કરચલી પડેલા શર્ટ સાથે PMને મળવા ગયેલા આ શખ્સની થઈ રહી ખુબ ચર્ચા, 23,300 કરોડની સંપત્તિના છે માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એક દિગ્ગજ રોકાણકાર દંપતીની મુલાકાત થઈ જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. રાકેશ ઝુનઝુનવાલા ઘડી પડેલા શર્ટમાં ભારે આત્મવિશ્વાસ સાથે પીએમને મળ્યા હતા, અને તેમનો પરિવાર લગભગ 22,300 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.

રાકેશ ઝુનઝુનવાલાએ સાબિત કરી દીધુ છે કે કપડાંથી કોઈ વ્યક્તિની ઓળખ નથી થતી અને વિશ્વના કોઈપણ શક્તિશાળી વ્યક્તિને મળવા માટે કપડાં આત્મવિશ્વાસથી મહત્વના નથી. આમ તો, સત્ય એ પણ છે કે જો તમારી પાસે હજારો કરોડની નેટવર્થ છે, તો આત્મવિશ્વાસ આપોઆપ આવી જ જાય છે.

મંગળવારે સાંજે થયેલી રાકેશ અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલાની આ બેઠક બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજા લીધી હતી. કોઈએ કહ્યું કે ‘ભાઈ, તેમને ઈસ્ત્રી આપો’, તો કોઈએ કહ્યું કે પીએમ મોદી તેમની સામે ફેનની જેમ ઉભા છે. જોકે સત્ય એ છે કે જ્યારે તમે લિનન(linen)નો શર્ટ પહેરીને કારમાં જાવ છો અને મુસાફરી કરો છો ત્યારે આવી કરચલી પડી જ જાય છે.

સૌથી પહેલા અમે તમને જણાવીએ કે રાકેશ ઝુનઝુનવાલા કોણ છે. રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારના અનુભવી રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. કરોડો રોકાણકારો તેમના દરેક પગલા પર નજર રાખતા હોય છે. રાકેશ જે શેર પર હાથ મૂકે છે તે સોનુ બની જાય છે. એટલું જ નહીં, તેની દેખાદેખી કરીને શેરમાં રોકાણ કરનારા કેટલાય લોકો આજ ધનવાન બની ગયા છે. હારુન ઈન્ડિયાની તાજેતરમાં જાહેર થયેલી અમીરોની યાદી મુજબ, રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની કુલ સંપત્તિ 22,300 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમનો દેશની ઘણી કંપનીઓમાં મોટો હિસ્સો છે અને તે ટૂંક સમયમાં એરલાઈન શરૂ કરવા જઈ રહ્યા છે.

પીએમ મોદીએ ગઈ કાલે સાંજે ટ્વીટ કરીને લોકોને આ બેઠક વિશે માહિતી આપી હતી.આ પછી, ટ્વિટર પર લોકો ખૂબ મજા લઈ રહ્યા છે. જાદુ નામના એક ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું કે – ભાઈ કોઈ આમને ઈસ્ત્રી અપાવી દો. શિવાજી શુક્લ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, પીએમ મોદી તેમની સામે ફેનની જેમ ઉભા છે.

YC