14 માળના આલીશાન ઘરના માલિક હતા શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા, જુઓ તેમના વૈભવી ઘરની તસવીરો

અંબાણી કરતા પણ ખુબ જ ભવ્ય છે શેર બજારના રાજાનું ઘર, તસવીરોમાં જુઓ સપનાનો મહેલ

ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા પ્રખ્યાત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રવિવારે 14 ઓગસ્ટે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઝુનઝુનવાલાની ગણતરી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના સફળ રોકાણકારોમાં થતી હતી. માત્ર 5 હજાર રૂપિયાની નાની મૂડીથી શેરબજારમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલાએ 46 હજાર કરોડનું બિઝનેસ સામ્રાજ્ય પાછળ છોડી દીધું છે.

ઝુનઝુનવાલા મુંબઈના સૌથી પોશ વિસ્તાર માલાબાર હિલમાં 14 માળનું આલીશાન ઘર ધરાવે છે. મલબાર હિલ એ સજ્જન જિંદાલ, ગોદરેજ અને બિરલા જેવા જાણીતા ઉદ્યોગપતિઓનું નિવાસ્થાન છે. રાકેશ ઝુનઝુનવાલાના આ આલીશાન ઘરમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. ઝુનઝુનવાલાએ આ જમીન 371 કરોડ રૂપિયામાં ખરીદી હતી. બાદમાં તેમણે અહીં એક આલીશાન બંગલો બનાવ્યો.

આ 14 માળની ઇમારત રાકેશ અને તેની પત્નીએ બે વારમાં ખરીદી હતી. રાકેશ ઝુનઝુનવાલાએ અગાઉ આ આલીશાન ઘરના 7 માળ ખરીદ્યા હતા. થોડા વર્ષો પછી તેમણે તેના બાકીના 7 માળ પણ ખરીદી લીધા. આ ઘરમાં 70 હજાર ચોરસ ફૂટ જગ્યા છે. બાદમાં તેમણે અહીં નવું બાંધકામ કરાવ્યું. આ ઘરના 12મા માળે રાકેશ ઝુનઝુનવાલા તેના પરિવાર સાથે રહેતા હતા.

ઝુનઝુનવાલાના ઘરમાં તમામ આધુનિક સુવિધાઓ છે. ઘરમાં ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા, અલગ બાથરૂમ, બાલ્કની, પેન્ટ્રી અને સલૂન છે. બાળકોનો બેડરૂમ ઘરના 11મા માળે છે, જ્યારે ચોથા માળે ગેસ્ટ આવાસ છે. રાકેશ ઝુનઝુનવાલા વૈભવી જીવનશૈલી જીવતા હતા. તેમના કાર કલેક્શનમાં ઘણા મોંઘા અને લક્ઝરી વાહનો હતા. જેમાં મર્સિડીઝ, ઓડી અને BMW જેવા કરોડો રૂપિયાની કિંમતના વાહનોનો સમાવેશ થાય છે.

રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં શેરબજારમાં માત્ર 5000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્રણ વર્ષ પછી એટલે કે 1988 સુધીમાં તેમની કુલ સંપત્તિ લગભગ એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ પછી, 90ના દાયકામાં હર્ષદ મહેતા કૌભાંડ દરમિયાન, ઝુનઝુનવાલાએ શૉટ સેલિંગ દ્વારા શેરબજારમાંથી સારી કમાણી કરી અને 1993 સુધીમાં તેમની નેટવર્થ 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આજના સમયમાં રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ લગભગ $5.8 બિલિયન એટલે કે 46 હજાર કરોડ રૂપિયા છે. આ સિવાય ઝુનઝુનવાલાએ આજ વર્ષે પોતાની એરલાઇન કંપની અકાસા એર શરૂ કરી છે, જેમાં તે અને પત્ની રેખા 46% હિસ્સો ધરાવે છે.

Niraj Patel