આ ભારતીય પુરુષને શોધી લાવો, મળશે 5 કરોડ રૂપિયાનું ઇનામ, એવા એવા ખરાબ કામ કરી ચુક્યો છે કે રુવાડા ઉભા થઇ જશે

આ નરાધમને શોધી લો, રાતોરાત કરોડપતિ થઇ જશો, 5 કરોડ રૂપિયા મળશે…જાણો શું કાંડ કર્યો છે આ ભારતીય પુરુષે

ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ પોલિસે ભારતના રાજવિંદર સિંહ પર 10 લાખ ઓસ્ટ્રેલિયાઇ ડોલરનું ઇનામ રાખ્યુ છે. રાજવિંદર ચાર વર્ષ પહેલા 2018માં એક ઓસ્ટ્રેલિયાઇ મહિલાની હત્યા કરી ભારત ભાગી આવ્યો હતો. તે ઇનિસફેલમાં નર્સનું કામ કરતો હતો. પોલિસની ઇનામી રાશિ લગભગ 5.21 કરોડ રૂપિયા છે.રાજવિંદર કોર્ડિંગ્લે હત્યા કેસનો મુખ્ય આરોપી છે. રાજવિંદર હત્યાના બે દિવસ બાદ પત્ની અને બાળકો તેમજ નોકરી છોડી ભાગી ગયો હતો.

રીપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર 2018માં 24 વર્ષિય ટોયાહ કોર્ડિંગ્લે કેર્ન્સથી 40 કિમી ઉત્તરમાં વાંગેટી બીચ પર શ્વાનને લઇને નીકળી હતી, ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. ક્વીન્સલેન્ડ પોલિસે રાજવિંદરને પકડાવનારને 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની ઇનામની જાહેરાત કરી છે. જે ક્વીન્સલેન્ડ પોલિસની અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રાશિ છે. પોલિસ અનુસાર, 24 વર્ષિય ટોયા કોર્ડિંગ્લેની એક ખૂબસુરત સમુદ્રી બીચ પર બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી.

ક્વીન્સલેન્ડ પોલિસ સાથે કામ કરી રહેલી ડિટેક્ટિવ સોનિયા સ્મિથે જણાવ્યુ કે, રાજવિંદર પર 1 મિલિયન ઓસ્ટ્રેલિયાઇ ડોલરનું ઇનામ છે. જે ક્વીન્સલેન્ડ પોલિસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ઘોષિત ઇનામી રાશિ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ટોયાની હત્યાના બીજા દિવસે 22 ઓક્ટોબરના રોજ આરોપી રાજવિંદર કેર્ન્સથી બહાર નીકળ્યો, જેણે 23 તારીખે સિડનીથી ભારત માટે ફ્લાઇટ પકડી હતી. તેના ભારત આગમનની પુષ્ટિ થઇ ચૂકી છે.

આરોપીને જલ્દી પકડવા માટે એક તપાસ કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યુ છે અને પૂરી ઓસ્ટ્રેલિયન પોલિસ અધિકારીઓને તે ઓફિસરો અને કર્મચારીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે જે હિંદી અને પંજાબી ભાષા બોલી શકે છે. પોલિસે એ પણ કહ્યુ કે, જો ઓસ્ટ્રેલિયાના કોઇ વ્યક્તિને આરોપી વિશે જાણકારી મળે તો તે 1800-333-000 પર કોલ કરી શકે છે. તેમણે કહ્યુ કે, તેઓ ઉમ્મીદ કરી રહ્યા છે કે જે વ્યક્તિ પાસે રાજવિંદર સિંહ વિશે જાણકારી હશે તે ક્વીન્સલેન્ડ પોલિસનો સંપર્ક કરશે.

Shah Jina