ઓસ્ટ્રેલિયામાં 24 વર્ષની યુવતીની હત્યા કરનારો ભારતમાંથી અહીંયા ઝડપાયો, અધધધ કરોડોનું ઇનામ રાખેલું હતું માથે

વિદેશમાં આયે ભારતીયોનું નામ ડૂબાડ્યું, ઓસ્ટ્રેલિયામાં યુવતીની હત્યા કરનારો ભારતીય ઝડપાયો, અધધધધ કરોડોનું ઇનામ હતું

દિલ્હી પોલીસે આજે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેની સામે ઓસ્ટ્રેલિયામાં હત્યાનો કેસ નોંધાયેલ છે. પંજાબના બુટ્ટર કલાનના રહેવાસી 38 વર્ષીય રાજવિંદર સિંહ પર 2018માં ઓસ્ટ્રેલિયામાં એક છોકરીની હત્યા કરવાનો અને પછી ભારત ભાગી જવાનો આરોપ છે. ઓસ્ટ્રેલિયન પોલીસે તેના પર 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 5.5 કરોડનું ઈનામ રાખ્યું હતું. અને આરોપી રાજવિન્દર વેશમાં દિલ્હીમાં રહેતો હતો.

રાજવિંદર સિંહ પર 24 વર્ષની ઓસ્ટ્રેલિયન યુવતી ટોયાહ કોર્ડિંગલીની હત્યા કરવાનો આરોપ છે. ઓસ્ટ્રેલિયન પોલીસ તેને સતત શોધી રહી હતી. પોલીસે તેના પર અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી મોટું ઈનામ જાહેર કર્યું હતું. તપાસ દરમિયાન તે ભારત ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ઓસ્ટ્રેલિયા સરકારે ભારત સરકારને તેના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. ભારતે આ વર્ષે નવેમ્બરમાં આ અપીલ સ્વીકારી લીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજવિંદર સિંહ 24 વર્ષની ઓસ્ટ્રેલિયન યુવતી ટોયા કોર્ડિંગ્લીની હત્યા કર્યાના બે દિવસ બાદ જ ભારત ભાગી ગયો હતો. તે તેની પત્ની અને ત્રણ બાળકોને ઓસ્ટ્રેલિયા છોડી ગયો હતો. તેના ભાઈએ અગાઉ જણાવ્યું હતું કે રાજવિંદર અમૃતસર એરપોર્ટ પર ઉતર્યો હતો અને કામના કારણે માનસિક રીતે પરેશાન હતો. જોકે ત્યારપછી તેના વિશે વધુ માહિતી મળી શકી નહોતી.

Credit: ANI

મૃતક ટોયા કોર્ડિંગલીની માતા વેનેસા ગાર્ડિનરે કહ્યું કે તેની પુત્રી ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક હતી. તે હજુ પણ તેને યાદ કરીને ભાવુક થઈ જાય છે. તેણે કહ્યું કે તેનો જીવ બહુ જલ્દી લેવામાં આવ્યો. તેણે કહ્યું કે હવે હું તેના મિત્રોને લગ્ન કરતા જોઈ રહી છું અને વિચારું છું કે મેં શું ગુમાવ્યું છે.

આ ખુશી હું જોઈ પણ નથી શકતી. તેણે કહ્યું કે તે તેની પહેલી નોકરી શરૂ કરવાની હતી, પરંતુ તે ક્યારેય કરી શકી નહીં. તમને જણાવી દઈએ કે આ આરોપી અમૃતસરના બટર કાલા ગામનો રહેવાસી હતો. તે તેની વાઈફથી લાણીએ 3 બાળકો તથા નોકરી છોડીને હત્યાના બે દિવસ બાદ આપણા દેશ આવ્યો હતો. સૌથી પહેલા પોલીસે રાજવિંદર સિંહનો ફોટો જાહેર કર્યો હતો

પરંતુ તે પહેલા તે ભારત આવી ગયો હતો. તે પંજાબના અમૃતસરમાં પોતાના ગામ પહોંચ્યો હતો. જોકે, રાજવિંદર સિંહના ફેમિલીએ આ મેટરના આરોપોને ફગાવી દીધા હતા. તેણે દાવો કર્યો કે તે મારી શકતો નથી. એટલું જ નહીં, પરિવારે કહ્યું કે, હત્યાના બે દિવસ પછી રાજવિંદર સિંહ ઘરે આવવું એ પણ માત્ર એક સંયોગ હતો.

Niraj Patel