રાજુલામાં લંપી ગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા ડાયરામાં રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજે ધૂમ મચાવી, કમાની પણ થઇ રોયલ એન્ટ્રી, રૂપિયાનો થયો વરસાદ, જુઓ

ગુજરાતમાં થતા ડાયરાઓના કાર્યક્રમો જગવિખ્યાત છે અને તેમાં પણ ડાયરામાં નામી ડાયરા કલાકારો ની હાજરી હોય ત્યારે તો આખો માહોલ જ બદલાઈ જાય. ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રસંગો ઉપર ડાયરાના આયોજનો કરવામાં આવતા હોય છે, ત્યારે ગત રોજ અમરેલીના રાજુલામાં પણ લંપી વાયરસ ગ્રસ્ત ગાયોના લાભાર્થે પણ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજ ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

આ ભવ્ય લોકડાયરાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ગુજરાતમાં છેલ્લા થોડા જ દિવસમાં મોટું નામ બની ગયેલા કમો ઉર્ફે કમલેશ પણ હાજર રહ્યો હતો. આ ડાયરામાં કમાની રોયલ એન્ટ્રી જોવા મળી હતી. આ ઉપરાંત ગૌમાતાના લાભાર્થે યોજાઈ રહેલા આ ડાયરામાં નોટોનો વરસાદ પણ થતો જોવા મળ્યો હતો.

આ ડાયરાની અંદર મોટી સંખ્યામાં પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સામાન્ય જનતા સાથે નેતાઓ પણ રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. તો આ લોક ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અમીરશ ડેર દ્વારા પણ 1.11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આ ભવ્ય ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભા ગઢવી સહિતના અન્ય કલાકારોએ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની શોભા વધારી હતી, તો કમાને જોવા માટે પણ લોકોનો મેળાવળો જામ્યો હતો અને કમાની રોયલ એન્ટ્રી થતા જ તેને પણ ડાયરામાં હાજર લોકોએ વધાવી લીધો હતો.

તમને જણાવી દઈએ કે કમો ટૂંક સમયમાં જ એક મોટો સેલેબ્રીટી બની ગયો છે. દિવ્યાંગ હોવા છતાં પણ કમો હાલ ફૂલ ડિમાન્ડમાં છે અને ગુજરાતમાં થતા ડાયરા પણ તેના વિના અધૂરા લગતા હોય છે. આજે મોટાભાગના ડાયરા કલાકારો અને આયોજકો કમાને ડાયરામાં બોલાવવાનું પસંદ કરે છે અને તેને જોવા માટે પણ લોકો ઉમટી પડતા હોય છે.

Niraj Patel