મનોરંજન

‘સુહાની સી એક લડકી’ ફેમ એક્ટ્રેસે ઓનસ્ક્રીન ભાઈ સાથે લીધા સાત ફેરા, લાલ આઉટફિટમાં ખુબસુરત જોવા મળી દુલ્હન

ટીવી સીરિયલમાં ભાઈ બહેનનો રોલ કરતા કરતા થઇ ગયો પ્રેમ, જુઓ લગ્નની તસ્વીરો

કોરોના કાળમાં પણ બી ટાઉન ઇન્ડસ્ટ્રીઝથી ઘણી ખુશી નજરે આવી છે. આ દરમિયાન ઘણા ઘરમાં કિલકારી ગુંજી ઉઠી છે તો ઘણા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હાલમાં જ ટીવીના જાણીતા શોમાં સુહાની સી એક લડકી ફેમ એક્ટ્રેસ રાજશ્રી રાની લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. રાજશ્રીએ 20 નવેમ્બરના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌરવ મુકેશ જૈન સાથે લગ્ન કર્યા.

તેમણે પરંપરાગત રિવાજ દ્વારા ગ્વાલિયરમાં ગૌરવ સાથે સાત ફેરા ફર્યા હતા. કપલના લગ્નના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્ન પહેલાના ફેસ્ટિવલની શરૂઆત હલ્દી અને મહેંદી સમારોહથી થઈ હતી. કોરોના વાયરસને કારણે રાજશ્રી અને ગૌરવે પણ તેમના મહેમાનોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ પગલાં અપનાવ્યા હતા. જણાવી દઈએ કે ગૌરવે શોમાં રાજશ્રીના ભાઈની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by @gauravmukesh

બંનેના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. બંનેના લગ્નમાં નજીકના પરિવારજનો જ શામેલ થયા હતા. લુકની વાત કરવામાં આવે તો રેડ અને પિન્ક કલરના આઉટફિટમાં બેહદ ખુબસુરત જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by @gauravmukesh

રાજશ્રીએ કુંદનના ટ્રેડિશનલ જ્વેલરીથી તેના લુકને પૂર્ણ કર્યો હતો. રાજશ્રી માંગ ટીકા અને મોટા નાક સાથે હેવી નેકલેસ પહેરીને ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rajshri Rani (@rajshrirani)

જ્યારે ગૌરવએ ક્રીમ રંગની શેરવાની સાથે ફ્લોઅર પ્રિન્ટ પાઘડી પહેરી હતી. બંને એક સાથે ખૂબ જ ક્યૂટ લાગ્યાં હતાં. લગ્નનો આનંદ તેમના બંને ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, રાજશ્રી અને ગૌરવ સ્ટાર પ્લસ શો ‘સુહાની સી એક લડકી’માં રીલ-લાઇફ ભાઇ-બહેનોની ભૂમિકા ભજવ્યાં હતાં અને હવે તે લગ્નજીવનમાં એકબીજા સાથે બંધાઈ ગયા છે.

લગ્નના થોડા દિવસ પહેલા રાજશ્રી ગૌરવ સાથે ખરીદી માટે દિલ્હી પહોંચી હતી. રાજશ્રી ગૌરવ અને પરિવારના કેટલાક સભ્યો સાથે કારોલ બાગ અને ચાંદની ચોક સાથે ખરીદી કરવા ગયા હતા.

આ દરમિયાન રાજશ્રીએ કહ્યું હતું કે- જ્યારે હું ચાંદની ચોકમાં ગઈ ત્યારે મેં ત્યાં ઘણી લહેંગા અને સાડીની દુકાન જોઈ. મેં ઘણા લહેંગા જોયા. હું મારા લગ્ન સમયે સફેદ લહેંગા પહેરવા માંગતી હતી. પરંતુ મારા પરિવારને મારો આ વિચાર પસંદ આવ્યો ના હતો.

સુહાની સી એક લડકી શો 2014 માં આવ્યો હતો. રાજશ્રી અને ગૌરવ શો દરમિયાન જ મળ્યા હતા. આ શોમાં રાજશ્રીનું નામ સુહાની હતું અને તેણે એક એવી છોકરીની ભૂમિકા ભજવી હતી જેનો રંગ કાળો હતો અને દરેક આ રંગને કારણે તેની મજાકઉડાવતા હતા.