ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

રાજપરાના મા ખોડિયારનો મહિમા છે અપરંપાર, હાજરા હજુર બિરાજે છે ખોડિયાર માતાજી, વાંચો રોચક ઇતિહાસ

મા ખોડલનું નામ લેતા જ દુઃખડા દૂર થાય છે. માતાજીની ભક્તિ તેમના ભક્તો ખરા હૃદય અને દિલથી કરે છે, માતાજીના ચમત્કારો અને પરચાઓ પણ અવાર-નવાર જોવા મળે છે. ભક્તો ખરા માંથી જયારે ખોડિયાર માતાજીની ભક્તિ કરે છે ત્યારે માતાજી તેમના ઉપર કૃપા દૃષ્ટિ જરૂર કરે છે.

Image Source

ગુજરાતમાં ઘણા સ્થળોએ ખોડિયાર માતાજીના મંદિરો આવેલા છે અને ખોડિયાર માતાજીના દરેક મંદિરે ભક્તો દર્શન માટે જાય છે અને દર્શન કરી પાવન બને છે, એવું જ એક મંદિર ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7-8 કિલોમીટર દૂર આવેલું છે. એ પાવન ધામનું નામ છે રાજપરા ધામ, આ ધામની અંદર ખોડિયાર માતાજી હાજરા હજુર બિરાજે છે અને આ સ્થાનક ઉપર બેસીને પોતાના ભક્તોના દુઃખડાં પણ દૂર કરે છે.

કુદરતી સૌંદર્ય અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલા રાજપરા ધામની અંદર આવેલા ખોડિયાર માતાજીના મંદિર વિશે પણ એક ઇતિહાસ છે. આ ગામની અંદર રહેલા મંદિરમાં ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે.

Image Source

ભાવનગરના રાજવી મહારાજ આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાજીના પ્રખર ભક્ત હતા, તેમને માતાજીના જન્મસ્થાન રોહિશાળામાં જઈને માતાજીને પોતાના ગામમાં બેસનાકારવા આવવા માટેની વિનંતી કરી, મહારાજની વાત સાંભળી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ખોડિયાર માતાજીએ ગોહિલવાડમાં આવવાની સંમતિ આપી. પરંતુ સાથે એક શરત પણ મહારાજ સમક્ષ મૂકી.

માતાજીએ શરતમાં કહ્યું કે તે તેમની સાથે આવશે જરૂર પરંતુ જો મહારાજે પાછું વાળીને જોયું તો તે જેતે સ્થળે હશે ત્યાં જ રોકાઈ જશે. માતાજીની આ શરત મહારાજ દ્વારા કબૂલ રાખવામાં આવી, મહારાજ પોતાના કાફલા સાથે આગળ નીકળ્યા અને માતાજીનો રથ પાછળ ચાલવા લાગ્યો.

Image Source

રસ્તામાં રાજપરા ગામ આવ્યું, આ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય માતાજીને ખુબ જ ગમી ગયું જેના કારણે માતાજીએ પોતાનો રથ આ ગામમાં થંભાવી દીધો. આગળ ચાલતા મહારાજને રથનો અવાજ આવતો બંધ થઇ ગયો જેના કારણે તેમને પાછું વાળીને જોયું અને માતાજી એ આપેલા વચન પ્રમાણે હંમેશને માટે રાજપરામાં જ રોકાઈ ગયા.

મહારાજ પણ વચને બંધાયેલા હોવાના કારણે રાજપરા ગામે જ માતાજીની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ ભાવસિંહ ગોહિલે 1914ની આસ્પાસમમાં રાજપરા ગામમાં જ માતાજીની જ્યાં સ્થાપના કરવામાં આવી હતી એ મંદિરનું સમારકામ કરાવી માતાજીને સોનાનું છત્ર ચઢાવ્યું, તેમના બાદ આવેલા પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ માતાજીનું હાલમાં રહેલું મંદિર બનાવ્યું.

Image Source

રાજવી પરિવારની કુળદેવી મા ચામુંડા છે તે છતાં પણ સહાયક કુળદેવી તરીકે ખોડિયાર માતાજીની ખુબ જ ભક્તિભાવ પૂર્વક પૂજા કરતાં આવ્યા છે. આજે પણ રાજવી પરિવારને ખોડિયાર માતાજી પ્રત્યે અગમ્ય શ્રદ્ધા અને માતાજી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે જ વર્ષોથી માતાજીની ભક્તિ કરવાની પરમ્પરા આજે પણ ચાલુ છે.

ધીમે ધીમે આ મંદિરની કથા વહેતી થઇ અને દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા થયા, આજે લાખોની સંખ્યામાં રાજપરા ગામે માતાજીના દર્શન માટે ભક્તો આવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીને વિનંતી કરે છે, અને ખોડિયાર માતાજી તેમની પ્રાર્થનાનો સ્વીકાર પણ કરે છે.

બોલો રાજપરા વાળા ખોડિયાર માતાજીની જય !!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.