ફિલ્મી દુનિયા

જેલની સજા ભોગવી બહાર આવ્યા રાજપાલ યાદવ, વ્યક્ત કર્યું કે કઈ રીતે કાઢયા જેલમાં 3 મહિના

બોલીવૂડના અભિનેતા રાજપાલ યાદવ એક લોન ન ચૂકવી શકવાના કારણે 3 મહિનાની જેલની સજા ભગાવી ચુક્યા છે. સજા પુરી કર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં તેમને ખુલીને પોતાની વાત કહી હતી. કોમેડી અભિનેતા રાજપાલ યાદવે જણાવ્યું કે જે લોકો પર વિશ્વાસ કર્યો હતો અને લોકોએ જ તેનો દુરુઉપયોગ કર્યો. હવે તેઓ બધી જ તકલીફો ભૂલીને ફિલ્મોમાં ફરી ઉતરવાની તૈયારીમાં છે. એક ઇન્ટરવ્યૂમાં રાજપાલે કહ્યું, ‘મેં કેટલાક ખાસ લોકો પર વિશ્વાસ કર્યો, પરંતુ તેઓએ પછી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવ્યો, પરંતુ હું હવે આ મુદ્દે કશું જ કહેવા નથી માંગતો, કારણ કે હું આગળ વધવા માંગુ છું, હું જાણું છું કે જીવનમાં હજુ ઘણું કરવાનું છે અને ઘણું શીખવા મળશે.’તેઓ તિહાડ જેલમાં બંધ હતા અને ખબર આવી હતી કે તેઓએ ત્યાં સાથી કેદીઓ માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુતિ પણ આપી હતી. તેઓએ આગળ કહ્યું, ‘કાયદો બધા માટે એક જેવો જ છે અને આ કાયદાથી કોઈ બચી નથી શકતું, એ જ કારણ છે કે મેં પણ અદાલતના આદેશોનું પાલન કર્યું, જેલનું અનુશાસન ખૂબ જ કડક હતું અને બધા જ કેદીઓએ તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. જેલમાં હું સાથી કેદીઓ સાથે વાત કરવાની કોશિશો કરતો હતો.’ તેઓ કહે છે કે તેમનો મોટેભાગનો સમય લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવામાં અને કેદીઓની સાથે વાતચીત કરવામાં જ જતો હતો.રાજપાલ યાદવે કહ્યું, ‘હું કેદીઓની સાથે એક સંવાદ સત્ર કરતો હતો જેનું નામ રાજપાલની પાઠશાળા રાખવામાં આવ્યું હતું. મેં પ્રેરક ભાષાનો આપ્યા, ત્યાં લાયબ્રેરી હતી, સમય પસાર કરવા માટે ત્યાં જઈને બેસતો અને વાંચતો હતો.’ આ સિવાય તેઓ સ્વસ્થ રહેવા માટે કસરત પણ કરતા હતા.

જેલમાંથી બહાર આવ્યા પછી હવે રાજપાલ યાદવે જણાવ્યું છે જે જલ્દી જ એક ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં પણ થયું છે અને હવે ફિલ્મના કેટલાક જ સીન શૂટ કરવાના બાકી રહી ગયા છે. આ સિવાય રાજપાલ એક અન્ય ફિલ્મનું શૂટિંગ ખતમ કરી રહયા છે. ત્યારે રાજપાલ ડેવિડ ધવન અને પ્રિયદર્શન સાથે પણ વાત કરી રહયા છે. કુલ મળીને રાજપાલ ફિલ્મો કરવા માટે અધીરા થઇ રહયા છે. નોંધનીય છે કે વર્ષ 2018માં રાજપાલને એક કંપનીની લોન ન ચૂકવી શકવાના કારણે દિલ્હી હાઇકોર્ટે ત્રણ મહિનાની જેલની સજા આપી હતી. જણાવી દઈએ કે રાજપાલ યાદવે એક ફિલ્મ બનાવવા માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks