મનોરંજન

કોમેડી કિંગ રાજપાલ યાદવની પત્ની છે ખુબ સુંદર અને સ્ટાઈલિશ, તમે પણ જુઓ

બોલીવુડના શ્રેષ્ઠ કોમેડિયન રાજપાલ યાદવને કોણ નથી જાણતું. રાજપાલ યાદવનો જન્મ 16 માર્ચ 1971માં રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. રાજપાલ યાદવે 1999માં ‘દિલ દિલ કરે’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

Image Source

રાજપાલ યાદવને પ્રસિદ્ધિ 2000માં આવેલી ‘જંગલ’ ફિલ્મથી જ મળી હતી. રાજપાલ યાદવે ‘જંગલ’ ફિલ્મમાં સિપ્પા ડાકોટના નેગેટિવ રોલના કારણે વીડિયોકોન અને સનસુઈ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

કોમેડી એકટર રાજપાલ યાદવ અને રાધા યાદવની લવ સ્ટોરી બહુજ દિલચસ્પ છે. રાજપાલ યાદવ અને તેની પત્ની રાધાની લવસ્ટોરી એકદમ દિલચસ્પ છે. બંનેની લવ સ્ટોરી 2003માં કેનેડામાં શરૂ થઇ હતી.

Image Source

રાજપાલ યાદવ એક ફિલ્મના શૂટિંગના સિલસિલામાં ત્યાં ગયા હતા, ત્યારે બન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.

Image Source

બન્નેએ ત્યાં 10 દિવસ જ સાથે રહ્યા હતા ત્યારે બન્ને લાગ્યું કે બન્ને એકબીજાને 10 વર્ષથી જાણે છે. આ 10 દિવસ દરમિયાન રાધાને અહેસાસ થયો કે, રાજપાલ એ જ માણસ છે જેની સાથે તે પુરી જિંદગી વિતાવી શકે છે.

રાજપાલે તેની લવસ્ટોરો અંગે જણાવ્યું હતું કે, તે કનાડાના શહેર કૈલગરીમાં હતા. ત્યાં બન્ને મળ્યા હતા. બન્નેએ પોતાની પ્રોફેશનલ અનેપર્સનલ લાઈફની વાત એકબીજા સાથે શેર કરી હતી.

Image Source

કહેવામાં આવે છે કે,બન્નેએ એકબીજા સામે તેની જિંદગીની કિતાબ ખોલી નાખી હતી. 10 દિવસ પૂર્ણ થયા બાદ રાજપાલ યાદવ ભારત પાછો ફરી ગયો હતો.

Image Source

રાજપાલ પરત ફર્યા બાદ બન્નેએ લગભગ 10 મહિના સુધી ફોનમાં વાત કરી હતી. ત્યારબાદ રાધાએ ભારતમાં શિફ્ટ થવાનો ફેંસલો લીધો હતો. રાધા ભારત શિફ્ટ થયા બાદ 2003માં બન્ને લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

રાધાએ જણાવ્યું હતું કે, તે પેદા ભલે કેનેડામાં થઇ હોય પરંતુ તે દિલથી ઇન્ડિયન છે. તે પશ્ચિમી સભ્યતાની સાથે સાથે ભારતીય સભ્યતાનું પણ સમ્માન કરે છે.

Image Source

આ જ કારણે રાધાને રાજપાલ સાથે લગ્ન કરવાથી અને ભારત શિફ્ટ થવાથી કોઈ વાંધો ના હતો. રાજપાલે લગ્ન બાદ ઘણી વાર ઉજ્જૈનના મહાકાલના દર્શન પણ કર્યા છે.

 

View this post on Instagram

 

Wishing everyone a very happy #eidaladha . Spread peace, joy and happiness. #eidmubarak

A post shared by Rajpal Yadav (@rajpalofficial) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.