ફિલ્મી દુનિયા

ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવના પિતાનું નિધન, મેદાંતા હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ…જાણો બધી જ વિગતો

ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ પોતાની દમદાર અદાકારી માટે જાણવામાં આવે છે. ફિલ્મોમાં દરેક કિરદાર તેને ખુબ સારી રીતે નિભાવ્યો છે. પણ હાલના સમયે તે એક દુઃખની ઘડીમાંથી પસાર થઇ રહયા છે. રાજકુમાર રાવના પિતાનું દુઃખદ અવસાન થયું છે.

 

View this post on Instagram

 

Dream never dies. #FanneyKhan promotions. Pic credit @vijay.p.raskar

A post shared by Raj Kummar Rao (@rajkummar_rao) on

રાજકુમારના પિતા સતપાલ રાવ આગળના ઘણા સમયથી બીમાર હતા, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેનો ઈલાજ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. એવામાં 60 વર્ષની ઉંમરે મેદાંતા હોસ્પિટલમાં સતપાલ રાવે ગુરુવારના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા, અને તેનું અંતિમ સંસ્કાર ગુરુગ્રામમાં જ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

Thank you @hindustantimes @htbrunch @subisamuel @media.raindrop #AnilSadarangani @peushasethia & my team for this.

A post shared by Raj Kummar Rao (@rajkummar_rao) on

રાજકુમાર તે અભિનેતાઓમાંના એક છે જેણે પોતાની મહેનતના દમ પર બોલીવુડમાં ખાસ મુકામ મેળવ્યું છે. રાજકુમારનો જન્મ 31 ઓગસ્ટ 1984 ના રોજ ગુરુગ્રામ(હરિયાણા)માં થયો હતો. રાજકુમારે 10 માં ધોરણથી જ એક્ટિંગમાં પોતાનું કેરિયર બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો, અભ્યાસના સમયથી જ રાજકુમાર થીએટરમાં કામ પણ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Raj Kummar Rao (@rajkummar_rao) on

જેના પછી રાજકુમારની અભિનયના પ્રતિ રુચિ વધી ગઈ અને થીએટર કરવા માટે તે કોલેજના દિવસોમાં સાઇકલ ચલાવીને ગુરુગ્રામથી દિલ્લી આવતા હતા. તે સયમે રાજકુમાર ક્ષિતિજ રિપર્ટરી અને શ્રીરામ સેન્ટર દિલ્લીની સાથે થીએટર કરતા હતા. તેના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પણ આત્મારામ સનાતન ધર્મ કોલેકથી થયેલો છે.

રાજકુમાર આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવું તેના માટે સહેલું ન હતું, તેના માટે તેને ખુબ મહેનત અને સ્ટ્રગલ કરવી પડી હતી. એક ઇન્ટરવ્યૂમાં રાજકુમારે કહ્યું હતું કે,”એવું ઘણીવાર થયું હતું કે જયારે મને ગોરો રંગ અને મસલ્સ બોડી ન હોવાને લીધે ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો ન હતો. શરૂઆતના સમયમાં મેં મુંબઈમાં સો કરતા પણ વધારે ઓડિશન્સ આપ્યા હતા, મેં ગુજારો કરવા માટે ઘણી એડ ફિલ્મો કરી”.

નેશનલ એવોર્ડથી સન્માનિત રાજકુમારને પહેલો બ્રેક ‘લવ સેક્સ ઔર ધોખા’ દ્વારા મળ્યો હતો. જેના પછી તે ‘રાગિણી એમએમએસ’ માં પણ જોવા મળ્યા હતા. જો કે રાજકુમારને સાચી ઓળખ ‘કાય પો છે’ દ્વારા મળી હતી. શરૂઆતમાં સફળતા ન મળવા પર તેણે પોતાની માં ના કહેવા પર પોતાનું નામ બદલીને Rajkumar Rao ને બદલે Rajkummar Rao લખવા લાગ્યા હતા.

રાજકુમારે હિન્દી સિનેમા જગતમાં અલીગઢ, બરેલી કી બર્ફી, સ્ત્રી, ન્યુટન, મેરી શાદીમે જરૂર આના, ઓમેર્ટા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks