ચૂંટણીનું રિઝલ્ટ આવ્યાના બીજા જ દિવસે રાજકોટમાં ઉડ્યા દારૂબંધીના લીરેલીરા, દારૂ ભરેલી બેગ મળી આવતા લોકોએ ઉઘાડી લૂંટ ચલાવી, જુઓ વીડિયો

ગુજરાતમાં ચૂંટણીનું રિઝલ્ટ આવ્યાને હજુ 24 કલાક જેટલો પણ સમય નથી થયો અને ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડ્યમ રાજકોટનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં રસ્તા પર પડેલી એક બેગમાં દારૂની બોટલો ભરેલી જોવા મળી રહી છે અને લોકો પણ આ બેગમાંથી દારૂની ઉઘાડી લૂંટ કરતા જોવા મળી રહ્યા છે.

રાજકોટના સ્નેત્ર પોઇન્ટ તરીકે ઓળખાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યું વ્યક્તિ દારૂ ભરેલી બેગ મૂકીને ચાલ્યું ગયું હોય કે પછી ત્યાં બેગ પડી ગઈ હોય. પરંતુ સ્થાનિકોને બેગમાં દારૂ હોવાની જાણ થતા જ ઉઘાડી લૂંટ ચલાવવા લાગ્યા અને ગણતરીની સેકેંડમાં જ આખું ટોળું એકઠું થઇ ગયું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી પણ કરવા લાગ્યા.

પોલીસના આવતા પહેલા જ લોકો દારૂની બોટલો લઈને પલાયન થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને ત્યાં ઉપસ્થિત કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને પછી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ દારૂબંધીનો કાયદો છે પરંતુ આવી ઘટનાઓ સામે આવતા જ દારૂબંધીના લીરેલીરા ઉડતા પણ જોવા મળતા હોય છે.

તમને જાણવી દઈએ કે યાજ્ઞિક રોડ પર જ સીટી બસ સ્ટોપ આવેલી છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો  સફર કરતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ શાળા કોલેજ માટે જવા અહિયાંથી જ સફર કરતા હોય છે. ત્યારે આ વિસ્તારમાંથી આ રીતે દારૂ ભરેલી બેગ મળી આવવી પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટનાએ પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel