રાજકોટની ભેજાબાજ મહિલા ચોર: પિતા અને પુત્ર સાથે મળીને ઝવેરીના મોટા શોરુમમાં 1.48 કરોડનો હાથ ફેરવ્યો, મામલો જાણીને હેરાન રહી જશો

રાજકોટમાં હત્યારા પતિ માટે આ મહિલાએ 1.48 કરોડના દાગીનાની કરી ચોરી, એવું ભેજું વાપર્યું કે તમારું મગજ કામ કરતું બંધ થઇ જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, હવે આવા ધંધામાં માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ હાથ અજમાવવા લાગી છે, ત્યારે હાલ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક જવેલર્સના મોટા શોરૂમમાંથી કરોડોનો દાગીના એક મહિલાએ ચોરી કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના એક શોરૂમમાં રેગ્યુલર ગ્રાહક તરીકે આવતી શહેરના જ બજરંગવાળી વિસ્તારમાં રહેતી બિલ્કીસબાનુંએ આ ચોરીને અંજામ આપ્યો હતો. શોરૂમ દ્વારા બિલ્કીસબાનું રેગ્યુલર કસ્ટમર હોય શોરૂમના બે સેલ્સમેન અને બે સેલ્સ ગર્લ્સ સાથે સોના અને ડાયમંડના ઘરેણા તેના ઘરે જોવા માટે મોકલવામાં આવ્યા હતા.

ત્યારે શોરૂમના કર્મચારીઓ ઘરેણાં લઈને ઘરે આવે તે પહેલા જ બિલ્કિસબાનુંએ અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું, તેના પ્લાન પ્રમાણે તેના પિતા અને પુત્ર ઘરે જ હાજર હતા. પહેલા બિલ્કિસબાનુંએ ખરેખર ઘરેણા ખરીદવા હોય તેવું નાટક કર્યું. તેને ગમતા 1.48 કરોડની કિંમતના ઘરેણા તેને બાજુમાં રખાવ્યા. જેના બાદ 1.48 કરોડના ઘરેણાં ભરેલું બોક્સ સેલ્સ પર્સનના હાથમાં ઝુંટવી અને તેમની ક્રેટા કાર લઈને ફરાર થઇ ગયા.

આ ઘટના બાદ શોરૂમના સંચાલક દ્વારા તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી હતી, ક્રેટા કારની તપાસ કરતા તે લાવારિસ હાલતમાં મળી આવી હતી, જેના બાદ બિલ્કીસબાનુંને પણ પોલીસ લૂંટના ઘરેણા સાથે ઝડપી પાડી હતી. પરંતુ હજુ પણ બિલ્કીસબાનુંના પિતા હનીફ સોઢા અને તેનો સગીર દીકરો ફરાર છે. પોલીસે હાલ ચોરીનો માલ અને બિલ્કીસબાનુંને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel