રાજકોટ : બે નાના માસૂમ દીકરાઓ સાથે માતાએ કર્યુ અગ્નિસ્નાન, ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ

રાજયભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં કેટલાક લોકો માનસિક પરેશાનીને કારણે તો કેટલાક લોકો આર્થિક તંગીને કારણે મોતને વહાલુ કરી લેતા હોય છે. ઘણીવાર રાજયભરમાંથી સામૂહિક આપઘાતના પણ કિસ્સા પણ સામે આવતા હોય છે અને તે ઘણા ચોંકાવનારા પણ હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક માતાએ તેના બે દીકરાઓ સાથે અગ્નિસ્નાન કરી લીધુ. આ ઘટનાની જાણ પોલિસને થતા પોલિસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતકની લગ્નની તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડી વિસ્તારમાં દયાબેન ડેડાણિયા કે જેમની ઉંમર 28 વર્ષ હતી તેમણે તેમના બે દીકરા કે જેમાંથી એક દીકરો 7 વર્ષનો હતો અને એક દીકરો 4 વર્ષનો હતો તેની સાથે અગ્નિસ્નાન કરી લીધુ. આ દીકરાઓનું નામ મોહિત અને ધવલ છે. ઘટનાની જાણ પરિવારને થતા સમગ્ર પરિવાર સહિત ગામમાં ચકચાર મચી ગઇ છે.

આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી અને મહિલા સહિત તેના બાળકો જીવતા આગમાં ભૂંજાયા હતા. આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને તે બાદ આગના ગોટેગોટા ઘરમાંથી બહાર ફેલાયા હતા. ઉલ્લેખનીય છે કે, પોલિસ પૂછપરછમાં મહિલાના પતિએ કહ્યુ કે, તેમની કયારેય પણ તેમની પત્ની સાથો બોલાચાલી થઇ નથી પરંતુ મારી માતા સાથે એકવાર થઇ હતી. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

Shah Jina