મારવાડી યુનિ.માં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગુદાના ભાગે મધ-સેનિટાઇઝર લગાવી બ્રશ-પેન્સિલ ખોંસ્યા પછી….

સંસ્કારી માં-બાપના છોકરાઓ આ ભણવા આવે છે કે આવા ખરાબ ધંધા કરવા?ગુદાના ભાગે મધ, સેનિટાઈઝર લગાવી બ્રશ-પેન્સિલ નાખી દીધું પછી…

ગુજરાતમાંથી કેટલીકવાર સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવતુ હોવાના કિસ્સા સામે આવે છે, હાલમાં રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આવી ઘટના બની છે. આ મામલે કુવાડવા પોલીસ દ્વારા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને યુનિવર્સિટી દ્વારા આ પાંચેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પાંચ આરોપીઓમાંથી એક સગીર હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે અન્ય ચારને પોલીસને સોંપવામાં આવ્યા છે. રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે.

મારવાડી યુનિવર્સિટી

અહીં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષિય વિદ્યાર્થી સાથે તેના જ સાથી વિદ્યાર્થીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતુ. તેમણે હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ અને પેન્સિલ ખોંસ્યા હતા. ગત તારીખ 16 તારીખ અને 18ના રોજ પીડિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. પીડિતને ગુદાના ભાગે મધ, સેનિટાઈઝર, હેન્ડ વોશ લગાવી, બ્રશ અને પેન્સિલ ખોસવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થી નાહવા ગયો

પ્રતિકાત્મક તસવીર

ત્યારનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરવામાં આવ્યો અને તેને 3 ઓપ્શન આપવામાં આવ્યા. જેમાં ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે’ હતા.થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી, ત્યારે હવે આ મામલો સામે આવ્યા બાદ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું એ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો.

કિસ કરતો વીડિયો વાયરલ

વિદ્યાર્થીએ તેના પરિવારજનોને ફોન કરીને હોસ્ટેલમાં નથી રહેવું તેમ કહ્યુ હતુ અને તે બાદ પરિવારજનો મારવાડી યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા. તેમણે પુત્ર સાથે વાતચીત કરી જેમાં સામે આવ્યુ કે આ રીતની ઘટના ઘટી છે. આ સમગ્ર મામલાની જાણ પરિવારજનોએ હોસ્ટેલના સંચાલકો અને પોલીસને કરી હતી. જે બાદ પોલિસ દ્વારા તાત્કાલિક અસરથી પીડિતનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું અને તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયો. આ પહેલા પણ મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી ચૂકી છે.

પ્રતિકાત્મક તસવીર

થોડા સમય પહેલાં આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતીનો કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને માર મારતી હોવાનો પણ વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત હજુ તો બે મહિના પહેલાં જ મારવાડી યુનિ.માં કોલેજના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

Shah Jina