રાજકોટના આ પરિવારે પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં લખાવી એવી વાત કે હવે લોકો પણ કરી રહ્યા છે વખાણ.. વાયરલ થઇ કંકોત્રી.. જુઓ

સાડી એવી કંકોત્રીમાં દીકરીના પિતાએ લખાવી દીધી ફક્ત એક એવી લાઈન કે વાયરલ થઇ ગઈ કંકોત્રી, આજ પહેલા તમે પણ નહિ જોઈ હોય.. જુઓ

ગુજરાત સમેત હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે ઘણા લોકો પટોણા લગ્નને ખાસ બનાવવા માટે કેટલાક અવનવા આયોજનો પણ કરતા હોય છે. ઘણા લોકો અવનવા પ્રકારની લગ્નની કંકોત્રી બનાવતા હોય છે તો ઘણા લોકો તેમાં આકર્ષક લખાણ લખાવતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ લગ્નની કંકોત્રી વાયરલ થઇ રહી છે જેમાં લખેલી એક લાઈન ચર્ચાનો વિષય બની ગઈ છે. આ લગ્ન કંકોત્રી છે રાજકોટના હટાળા ગામના કોળી પરિવારની દીકરીની. જેમાં દીકરીના પિતા મનસુખ ભાઈ કોલીએ સમાજ વ્યસનમુક્ત બને તે માટે થઈને એક ખાસ પહેલ કરી છે.

લગ્નની કંકોત્રીની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, “મહેરબાની કરીને કોઈ દારૂ પીને આવવું નહીં.”  આ લખાણ સાથે હવે આ કંકોત્રી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ બાબતે મનસુખભાઇ કોળીનું કહેવું હ્ચે કે મારે સમાજ અને ગામને વ્યસનમુક્ત બનાવવું છે.

આજે સમાજની અંદર લગ્ન પ્રસંગોમાં દારૂનું દુષણ ખુબ જ વધ્યું છે. જાણે કે લગ્ન દારૂ વિના અધૂરા જ રહેતા હોય. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ પીવાય છે. ત્યારે લગ્નમાં પણ લોકો દારૂ પી ટલ્લી થઈને નાચતા હોય છે. એવા સમયે મનસુખ ભાઈ દ્વારા પોતાની દીકરીના લગ્નમાં ઉઠાવેલું આ કદમ લોકો પણ વખાણી રહ્યા છે.

Niraj Patel