રાજકોટમાં ક્ષત્રિય યુવકની પોલિસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર થઇ હત્યા, કારણ સાંભળીને કહેશો મગજ કામ નહિ કરે

ગુજરાતમાં થઇ UP બિહાર વાળી….રાજકોટમાં પરાક્રમસિંહ ઘનુભાની બે જેટલા સગીરે કરી હત્યા, કારણ જાણીને અક્કલ કામ નહિ કરે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મોખરે હોય છે. ત્યારે સુરતમાં હાલ તો ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જઇ રહી છે ત્યારે હાલ રંગીલા રાજકોટમાંથી હત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મૃતક

રાજકોટમાં 22 વર્ષના યુવકની જાહેરમાં જ હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ હત્યા પોલિસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર જ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલિસે ગણતરીના કલાકોમાં બે આરોપીમાંના એકને સકંજામાં લીધો હોવાનું પણ સામે આવ્યુ છે. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

મૃતકનો ભાઇ

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા ગયેલ યુવકને બાઇક દૂર પાર્ક કરવાનું કહી નજીવી બાબતે બે આરોપીઓએ છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી. પોલિસે એકને તો ઝડપી લીધો છે અને એકની શોધખોળ હાથ ધરી છે. ઘટનાની વિગત જોઇએ તો, કોઠારિયા રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતો 22 વર્ષિય પરાક્રમસિંહ પઢિયાર મંગળવારના રોજ રાત્રે 8.15 વાગ્યા આસપાસ બાઇક લઇને રણુજા મંદિર નજીક ફ્રૂટ લેવા ગયો હતો,

ત્યારે લારી નજીક જઇ પરાક્રમસિંહે પોતાનું બાઇક પાર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં ઊભેલા બે યુવકોએ તેને દૂર બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું. ત્યારે યુવકે કહ્યુ કે જગ્યા હોવા છતાં બાઇક પાર્ક કરવાની શા માટે ના કહો છો. આ બાબતે બંને શખ્સ ઉશ્કેરાયા અને ગાળો ભાંડવા લાગ્યા. નજીવી બાબતમાં થયેલ ઝઘડાને કારણે બંનેએ પરાક્રમસિંહ પર છરીથી હુમલો કરી દીધો હતો,

અને છરીના બે ઘા ઝીંકી દીધા. જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકાતા લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા.પરાક્રમસિંહ લોહિયાળ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો, અને લોકોએ તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યો પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું.

પરાક્રમસિંહને છરીના ઘા ઝીંકી હત્યા કરી બંને શખ્સ નાસી ગયા હતા. હત્યાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અને ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ એક્શનમાં આવી ગઇ હતી અને પોલીસે કિશન ટાંક નામના શખ્સને ઝડપી લીધો જ્યારે તેનો સાથીદાર નાસી છૂટ્યો હતો, જેના કારણે તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી.

વધુ એક રાજકોટનો કિસ્સો:

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાની વારદાત સામે આવે છે, જેમાં અંગત અદાવત, પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં તો સમગ્ર દેશમાં જો કોઇ હત્યાનો કિસ્સો ચર્ચાઇ રહ્યો હોય તો તે છે શ્રદ્ધા હત્યાકાંડ. હાલમાં હત્યાનો એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જે સાંભળ્યા બાદ તમને દ્રશ્યમ ફિલ્મ યાદ આવી જશે. રાજકોટ નજીક તરઘડી ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકની હત્યા થઇ હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે. આ યુવકની એક પરિણીતા સાથે આંખ મળી ગઇ હતી અને બંને ભાગી પણ ગયા હતા.(તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

જો કે, બાદમાં બંને પરત આવી ગયા હતા. આ વાતનો ખાર રાખી પતિ સહિત અનેક શખ્સોઓ પુર્વયોજીત કાવતરું રચ્યુ અને પત્નીએ ફોન કરી યુવકને ગવરીદળ ગામે મળવા બોલાવ્યો અને બાદમાં તેની ઠંડા કલેજે હત્યા કરી નાખી. એટલું જ નહિ, તેઓએ લાશને પોતાના જ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી. આ હત્યાનો મામલો 14-15 દિવસ પહેલાનો છે, જેનો ભેદ પોલીસે કોલ ડિટેલના આધારે ઉકેલ્યો છે. યુવકને જે પરણિતાએ ફોન કર્યો હતો, તે અને બંને હત્યારાઓની ધરપકડ કર્યા બાદ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા લાશ જે સ્થળે દાટી હતી તે સામે આવ્યુ હતું.

પોલીસે લાશનો કબ્જો મેળવી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જયંતીભાઈ ગોહેલે પોલીસમાં ફરિયાદમાં આરોપી તરીકે શૈલેશ ઉર્ફે કાળુ લક્ષ્મણ ઝાપડા અને તેનો ભાઈ સાગર લક્ષ્મણ ઝાપડા અને કુવાડવા રહેતી મધુબેન ગોહેલનું નામ આપ્યું હતુ. 23 વર્ષિય ગૌતમ 14 નવેમ્બરથી ભેદી સંજોગોમાં લાપત્તા થયો હતો અને આ મામલે તેના પિતાએ પડધરી પોલીસ મથકમાં જાણ કરી હતી. જે બાદ તેની ભાળ મેળવવા પડધરીના PSI સહિતના સ્ટાફે તેની કોલ ડિટેલ પર તપાસ શરૂ કરી.

ત્યારે આ આધારે જ પોલીસને મહત્વની કડી મળી અને ગૌતમને છેલ્લો ફોન કુવાડવા રહેતી મધુ ગોહેલનો આવ્યો હોવાની જાણ થઇ. પોલીસે મધુ ગોહેલની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકિકતો બહાર આવી હતી. મધુ ગોહેલે મૃતકને ફોન કરી મળવા માટે ગવરીદળ બોલાવ્યો હતો અને 14 નવેમ્બરે ગૌતમ જ્યારે મધુને મળવા માટે પહોંચ્યો ત્યારે બંને આરોપીઓ શૈલેષ અને સાગરે ગૌતમને માથામાં પાઈપના ઘા ઝીંક્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ત્યારબાદ તેની લાશને વાહનમાં નાખી બંને તેને પોતાના ઘરે લઈ ગયા અને તેની લાશ ઢોર બાંધવાના વાડામાં જેસીબીની મદદથી ખાડો કરી દાટી દીધી. તે બાદ કંઇ થયુ જ ના હોય તેમ બંને વર્તન કરવા લાગ્યા હતા. જો કે, કોલ ડિટેઈલના આધારે ભાંડો ફૂટતા પોલિસે મધુના પતિ શૈલેષ અને સાગરની ધરપકડ કરી લીધી. ઉલ્લેખનીય છે કે, મૃતક ગૌતમને આરોપી શૈલેષ ઝાપડાની પત્ની સાથે પ્રેમસબંધ હતો અને બંને વર્ષ 2020માં ભાગી પણ ગયા હતા. જોકે, બંને બાદમાં પરત પણ આવી ગયા હતા. જેનો ખાર રાખીને ગૌતમનું પુર્વયોજિત કાવતરું યોજી હત્યાને અંજામ આપ્યો હતો.

Shah Jina