રાજકોટની સુધા ધામેલિયાનો પોલિસને પડકાર ? મૃતકની માતાને કહ્યુ- મારા વિરૂદ્ધ 51 કેસ કર તો પણ તારુ પોલિસમાં કંઇ નહિ ચાલે

ગુજરાતના રંગીલા રાજકોટમાં ફરી એકવાર ડગ પેડલર સુધા ધામેલીયાનો આતંક સામે આવ્યો છે. તેના કારણે એક યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. રાજકોટ માદક દ્રવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યાં પેડલરો ડગનું નેટવર્ક ચલાવી રહ્યા છે. મહિલા પેડલર સુઘા કે જેણે શહેરમાં યુવાનોને ટાર્ગેટ કરી નશાના બંધાણી બનાવ્યા પછી તેમને પેડલર બનાવવા તરફ ધકેલ્યા. નશાના કારોબારનું એપી સેન્ટર રૈયાધાર અને જંગલેશ્વરને બનાવી દીધુ છે. એક માતાએ પોતાનો દીકરો ડગના રવાડે ચઢ્યો હોવાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી અને 8 પેડલરમાં મુખ્ય પેડલર તરીકે સુધાનું નામ આપ્યુ હતુ.

મૃતક

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા એક ક્રિકેટરની માતાએ રાજકોટમાં આ કૌભાંડ વિશેની માહિતી આપી બધાને ચોંકાવી દીધા હતા. તેણે 8 પેડલરના નામ પણ જાહેર કર્યા હતા અને તે બાદ પોલિસ સક્રિય થઇ ગઇ હતી. પોલિસે ડગ પેડલરને પકડી પાડવા માટે દરોડા પણ પાડવાના શરૂ કર્યા હતા. શહેરમાં માદક પદાર્થોનું ઘણા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યુ છે અને એક માતા તો તેના ડગ એડિક્ટ દીકરાને બચાવવા માટે કે જે અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂક્યો છે તેને બચાવવા પોલિસ સમક્ષ હાજર થઇ હતી. તેણે રાજકોટના 8-8 ડગ પેડલરના નામો આપ્યા હતા અને નામની સાથે સંપર્ક નંબર પણ આપ્યા હતા.

સુધા ધામેલિયા

જે 8 ડગ પેડલર છે તેમાં રૈયાધાર વિસ્તારની સુધા ધામેલિયા, મયૂર ધામેલિયા, ઉપરાંત મયૂર ખત્રી, આબિદ કામદાર કૌશિક રાણપરા, સમીર કાદરી, કરણ કક્કડ અને જલાલનાં નામો જાહેર કર્યાં હતાં. આ પેડલરોની મોડસ ઓપરેન્ડી પણ તેમણે જણાવી હતી અને તેમણે કહ્યુ હતુ કે, જે વિસ્તારમાં ડગ ડીલ થતી હોય એની આસપાસમાં એક માણસ એક્ટિવ હોય છે. તેણે પ્રાઈવેટ સીસીટીવી નેટવર્ક બિછાવેલું હોય છે અને સહેજ પણ જો શંકા જાય તો બધા થોડી જ વારમાં છૂમંતર થઈ જાય છે.

ગત 28 જૂન વર્ષ 2021ના રોજ પોલિસે સુધાનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને તેને પકડી પાડી હતી, તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ પોલિસે હાથ ધરી હતી, પરંતુ તેને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને તે બાદ ફરી તેણે ધંધો શરૂ કર્યો હતો, તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. સુધા સામે પ્રોહિબિશન અંગે પણ ફરિયાદ થઇ હતી. છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ કુલ 73 NDPSના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં કુલ 128 આરોપી પકડી પાડી 2,46,00,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મૃતકના માતા-પિતા

સુધાના કારણે જે યુવકે ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યુ તેના માતાને સુદાએ ધમકી આપતા કહ્યુ હતુ કે મારા વિરૂદ્ધ 51 કેસ કર તો પણ તારુ પોલિસમાં કંઇ નહિ ચાલે મૃતકની માતા અનુસાર, ડગ પેડલર સુધા તેમને ઘરે મારવા આવતી, તેમના દીકરા સાથે તેણે માથાકૂટ પણ કરી હી અને તે બાદ યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જે યુવકે આત્મહત્યા કરી તેનું નામ જય રાઠોડ છે.

Shah Jina