રાજકોટ : માતાના ફોનમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીરાને મોબાઇલમાં પોર્ન બતાવી ઘરની અગાસી પર મરજી વિરૂદ્ધ નરાધમે બાંધ્યો શરીર સંબંધ

રાજકોટમાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં પડવું ભારે પડ્યું, યુવકે મોબાઇલમાં પોર્ન દેખાડીને ઘરની અગાસી પર આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવા કિસ્સામાં સગીરાઓ પણ નરાધમોની હવસનો શિકાર બનતી હોવાનું સામે આવે છે. ત્યારે થોડા સમય પહેલા રાજકોટમાંથી એક કિશોરી દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવ્યુ હતુ. સગીરાના ઘર પાસે રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામ મારફત સંબંધ કેળવ્યો અને તેને પ્રેમજાળમાં ફસાવી નવરાત્રિ દરમિયાન અગાસીમાં લઈ જઈ ‘હું તારી સાથે લગ્ન કરીશ’ કહી પોર્ન વીડિયો બતાવી શરીર સ્પર્શી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઇન્સ્ટાગ્રામમાં સંબંધ કેળવી 15 વર્ષીય સગીરાને ફસાવી પ્રેમજાળ

ત્યારે આ ઘટનાની જાણ સગીરાએ પરિવારને કરતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસે આરોપી જેનિલ સવાણી વિરુદ્ધ આઇપીસી કલમ 376(3), 354(અ), તથા પોક્સો કલમ 4, 12 મુજબ ગુનો નોંધ્યો અને કાર્યવાહી હાથ ધરી. ઉલ્લેખનીય છે કે, સગીરા તેની માતાના ફોનમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી હતી અને આના દ્વારા લગભગ 6 મહિના પહેલાં સોસાયટીમાં રહેતા જેનિલ સાથે તેની ઓળખાણ થઈ અને બંને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતાં.

અગાસી પર મળવા બોલાવી મોબાઇલમાં બતાવ્યો પોર્ન વીડિયો

જો કે તે બાદ એકવાર જેનિલે સગીરાને મળવા અગાસી બોલાવી અને તે પછી બંને અવારનવાર અગાસીએ મળતાં. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. ગત 22 એક્ટોબરના રોજ જ્યારે તે ઘરના સભ્યો સાથે માધાપર ચોકડી પાસે આવેલ લોહાણા પાર્ટી પ્લોટ ખાતે ગરબા રમવા ગઈ ત્યારે જેનિલે સગીરાની માતાના મોબાઈલમાં ઇન્સ્ટા પર મેસેજ કરી કહ્યુ કે તું ઘરે ક્યારે આવવાની છે? તો તેણે કહ્યું થોડીવાર પછી નીકળીશ. ત્યારે જેનિલેે તેને કહ્યુ કે તું ઘર નીચે આવ ત્યારે તારા ઘરના સભ્યો નીચે હોય છે. તો તું ઉપર મળવા માટે આવજે.

મરજી વિરુદ્ધ બાંધ્યો શરીર સંબંધ 

તે બાદ રાત્રે આશરે 10:15 વાગ્યે સગીરા ઘરની અગાસી પર ગઇ અને ત્યારે તેને જેનિલે કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે અને હું તારા ઘરના સભ્યોને મનાવી લઇશ. ત્યારે લગ્નની લાલચ આપી તેણે શરીરસંભોગ કરવાનું કહેતાં સગીરાએ ના પાડી હોવા છત્તાં તે શરીરને સ્પર્શ કરવા લાગ્યો અને ઇચ્છા વિરુદ્ધ મોબાઇલમાં ખરાબ પોર્ન વીડિયો બતાવી મરજી વિરુદ્ધ ઘરની અગાસી પર શરીર સંબંધ બાંધ્યો હતો.

Shah Jina