રાજકોટમાં અર્ધ સળગેલી હાલતમાં મળેલ લાશનો ઉકેલાયો ભેદ, ગણતરીના દિવસોમાં જ પોલિસે કર્યો હત્યારાનો પર્દાફાશ

રાજકોટમાં બગીચામાં ફોટોમાં દેખાતા હત્યારાએ રાજસ્થાની વ્યક્તિની કરી હત્યા, CCTV ફૂટેજ જોતા જ બધા હચમચી ઉઠ્યા

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચકચારી બનાવો સામે આવતા હોય છે, જેની વિગત સામે આવતા ચોંકાવનારા ખુલાસા થતા હોય છે. ત્યારે રાજકોટમાં કેટલાક દિવસ પહેલા એટલે કે 6 તારીખના રોજ કેસરી હિન્દ પુલ પાસે આવેલ સાર્વજનિક બગીચામાંથી અર્ધ સળગેલી હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી. જેની તપાસ કરતા તે વ્યક્તિ રંગારામ રાવતજી હોવાનું સામે આવ્યુ હતુ. જે રાજસ્થાનનો છે. આ મામલે પોલિસે મૃતકના ભાઇની ફરિયાદને આધારે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને IPCની કલમ 302 લગાવી તપાસ શરૂ કરી હતી.

આરોપી

ઘટનાની વિગત તપાસીએ તો, બેડીનાકા સામે જે ગાર્ડન આવેલ છે ત્યાં 6 માર્ચ એટલે કે રવિવારના રોજ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી અને તે રાજસ્થાનના રંગારામ હોવાનું સામે આવ્યુ હતુ. અજાણ્યા શખ્શે રંગારામને બોથડ પદાર્થના ધા ઝીંકી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી હતી. જો કે, પોલિસે ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને ઝડપી લીધો છે. હાલ તો પોલિસે 302 સહિતની કલમો હેઠળ આરોપી પર કાર્યવાહી શરૂ કરી છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

જે આરોપીની પોલિસે ધરપકડ કરી છે તે નસેડી હોવાનું સામે આવ્યુ છે. આરોપીએ રંગાગામની હત્યા કર્યા બાદ લાશ પાસે જ તેની ડાયરી ફેંકી હતી અને તેના જ આધારે પોલીસે ઓળખ કરી હત્યારાને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. પોલીસ માટે પડકારરૂપ ફૂટેજ અને બગીચામાં સઘન તપાસ કરતા સાર્વજનિક બગીચામાં નસેડીઓ અને સમલૈગીંક સંબંધવાળા શખસોને આવરો જાવરો વધારે હોય પોલીસે તે મુદ્દે સઘન પૂછપરછ કરતા એ ડિવિઝન પોલીસને મહત્વની કડી મળી હતી.

આ આધારે વિષ્ણુ ઉર્ફે દિનેશની અટકાયત કરી અને તેની કડક પૂછપરછ બાદ તેણે ગુનાની કબૂલાત પણ કરી હતી. પોલિસ પૂછપરછમાં સામે આવ્યુ છે 5 તારીખ એટલે કે શનિવારના રોજ રાત્રે રાજસ્થાનના યુવાન સાથે માથાકૂટ થઇ હતી અને ત્યારે જ આરોપીએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધા બાદ પૂરાવાનો નાશ કરવા જ્વનશીલ પદાર્થ છાંટી લાશને સળગાવી હતી.

જણાવી દઇએ કે, રાજસ્થાનના યુવાનની હત્યામાં સમલૈગીક સંબધ પાછળનો ડખ્ખો પણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. જેના માટે પોલિસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. આ ઉરાંત પોલિસ એ પણ તપાસ કરી રહી છે આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહિ.

Shah Jina