મહિલા ડોક્ટરે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં લખતી ગઈ એક મોટી વાત….

હે રામ, શું ચાલી રહ્યું છે…ભણેલી ગણેલી 25 વર્ષીય ડોક્ટર ગળે ફાંસો ખાઈ લટકી ગઈ, રિબાઈ રિબાઈને મળ્યું મોત, જાણો શું હતો મામલો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક અવૈદ્ય સંબંધમાં આપઘાત કરી લેતા હોય છે. કેટલીકવાર તો પરણિતા દ્વારા સાસરિયાના દહેજના ત્રાસને કારણે અથવા તો પતિથી કંટાળી પણ આપઘાતના બનાવ બનતા હોય છે. હાલમાં રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે,

જેમાં એક મહિલા તબીબે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. 25 વર્ષીય મહિલા તબીબ બિંદીયાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માધાપર ચોકડી નજીક આવેલ અતુલ્ય એપાર્ટમેન્ટમાં ઘરે ગળે ફાંસો લગાવીને મહિલા તબીબ બિંદીયાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા મૃતકો સુસાઇડ નોટ પણ લખી હતી,

File Pic

જેમાં તેણે પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો. મહિલા તબીબની વાત કરીએ તો તે સિનર્જી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતી હતી. ઘટનાની જાણ થયા બાદ પોલિસ પહોંચી હતી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી તપાસ શરૂ કરી હતી. પોલિસે સુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina