રાજકોટના કોઠારિયા રોડ પર રૂ ના મશીન પાસે આ કામ કરવા ગઈ અને પરિણીતાનું કમકમાટીભર્યું મૃત્યુ થયું

રાજકોટમાં પતિને મદદ કરવા ગયેલી પત્નીનું થયુ સૌથી ભયાનક રીતે મોત, બાળકોએ ગુમાવી માતાની છત્રછાયા

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતને કારણે કેટલાક લોકો હત્યા કરી દેતા હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યા કે આત્મહત્યાના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર હત્યા અને આત્મહત્યા સિવાય પણ મોતના કેટલાક ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે,જેમાં કોઇ કારણસર કેટલાકનું મોત થઇ જતુ હોય છે. હાલમાં મોતનો એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે,જેમાં રૂ પીંજવાના મશીનમાં દૂપટ્ટો ફસાતા ગળેફાંસો આવી જતા એક પરણિતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાથી તેમના બે પુત્રોએ માતાનો પડછાયો ગુમાવ્યો છે.

ઘટનાને લઇને પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાજકોટના દૂધ સાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી 28 વર્ષિય પરણિતા રેશ્માબેન પરમારનું મોત નીપજ્યુ હતુ. રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મૃતક રેશ્માબેન તેમના પતિ કાદર પરમાર અને બે બાળકો સાથે રહે છે. ત્યારે ગઇકાલના રોજ પતિને રૂ પીંજવાનો ઓર્ડર આવ્યો હોવાને કારણે તેઓ તેમને મદદ કરવા માટે કોઠારિયા રોડ પર કેદારનાથ સોસાયટી નજીક મેઘાણીનગરમાં ગયા હતા.

ત્યારે રિક્ષામાં ફીટ કરાયેલા મશીનથી રૂ પીંજવાનું કામ ચાલુ હતું અને ત્યારે જ રેશ્માબેનના ગળામાં જે દૂપટ્ટો હતો તે ઉડીને મશીનમાં ફસાઇ ગયો અને તેને કારણે તેમને ગળે ફાંસો લાગી જતાં બેભાન થઇ ગયા હતા. તેમને તે હાલતમાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ તેમણે દમ તોડી દીધુ હતુ. ઘટના બાદથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. મૃતકને એક ત્રણ વર્ષનો અને બીજો પાંચ વર્ષનો પુત્ર છે. બંને પુત્રોએ હવે માતાની છત્રછાયા ગુમાવી છે.

Shah Jina