લો બોલો ! હવે તો વધારે ખુશ પણ નો થવાય, દીકરાનું બહુ જ સારું રિઝલ્ટ જોઈને માતાને આવ્યો હાર્ટ એટેક, મૃત્યુ થતા હાહાકાર મચ્યો, જુઓ
ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાથી હાર્ટ એટેકની ઘટનામાં ઘણો વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે. ધોરણ 10 અને 12 સીબીએસઈનું પરિણામ હાલમાં જ જાહેર થયું અને રૂદ્રરાજસિંહ ઝાલા નામનો યુવક સારા માર્ક્સે પાસ થઈ જતા તેની માતા શિલ્પાબા ઝાલા ઘણા ખુશ થયા હતા અને આ દરમિયાન જ ખુશીમાંને ખુશીમાં તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યુ હતુ.
તેમના મોત બાદ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, CBSE દ્વારા ધોરણ 10-12નાં પરિણામો ગઇકાલે જ જાહેર કરાયા. જેમાં રાજકોટ મવડી વિસ્તારની મારૂતિનંદન સોસાયટી શેરી નંબર4માં રહેતા અને કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા નરેન્દ્રસિંહ ઝાલાનાં દીકરા રુદ્રરાજસિંહને CBSE ધોરણ 12માં સારા માર્ક્સ આવ્યા અને આ દરમિયાન ખુશી વ્યક્ત કરતા તેની માતા શીતલબા ઝાલાને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવ્યો.
જો કે, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા પણ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને તે બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. રુદ્રરાજસિંહ ઝાલા અનુસાર, 11 વાગ્યા આસપાસ તે ધોરણ 12ની પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થઈ ચૂક્યો છે અને 58% આવ્યા છે તે સમાચાર તેણે ઘરે સંભળાવ્યા. ત્યારે તેની માતા ખૂબ હરખમાં આવી ગયા અને આ દરમિયાન તેમને ચક્કર આવ્યા. જે બાદ રુદ્રરાજસિંહે તેના પિતાને ફોન કરી જાણ કરી અને તે પછી મૃતકને પહેલા ઇમર્જન્સી વોર્ડમાં અને પછી ICUમાં ખસેડવામાં આવ્યા પણ ગણતરીની મિનિટમાં જ તેમણે દમ તોડી દીધો.