રાજકોટમાં પતિની પ્રેમિકાનુ અપહરણ કરી તેના ગુપ્ત ભાગમાં મરચુ નાખનાર પત્ની સહિત આરોપીઓની ધરપકડ

રાજકોટમાંથી પતિ, પત્ની ઔર વોનો ખૂબ જ ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે જોઇ લીધી હતી અને પતિની પ્રેમિકાને તેણે તેની સાથી મિત્ર સાથે મળીને મેથીપાક ચખાડ્યો હતો અને એટલું જ નહિ તેનું અપહરણ કરી તેને માર મારી તેના ગુપ્ત ભાગમાં મરચુ નાખી દીધુ હોવાનું સામે આવ્યુ હતુ. આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલિસ દ્વારા માર મારવો, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને હત્યાનો પ્રયાસ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આને પગલે પોલિસે પત્ની રૂકસાર અને મિત્તલ લૂણીયાતરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાજકોટના ભગવતીપરાનો રહેવાસી રિક્ષાચાલક મોહસિન નિકાવા રહેતી તેની પ્રેમિકા કે 39 વર્ષની છે તેની સાથે પારેવડી ચોકમાં આવેલી સાઇકલની દુકાને આવ્યો હતો. ત્યારે તે અને તેની પ્રેમિકા દુકાને ઊભા હતા તે સમયે મોહસિનની પત્ની રૂકસાર તેના પુત્ર સાથે ત્યાં આવી અને પત્નીને ત્યાં જોતાં જ મોહસિન રિક્ષા લઇને નાસી ગયો હતો, જો કે, તેણે પ્રેમિકાને ભાગવાનું કહ્યુ તો તે નજીકમાં આવેલી મસ્જિદમાં જતી રહી હતી, પરંતુ મોહસિનની પત્ની ત્યાં પહોંચી ગઇ હતી અને પતિની પ્રેમિકાને ઝડપી લીધી હતી.

મોહસિનની પત્નીએ પતિની પ્રેમિકાને મોઢે ડૂમો દીધો અને રિક્ષા ભાડે કરી તેમાં બેસાડી દીધી હતી. ચાલુ રિક્ષાએ રૂકસાર અને તેના પુત્રએ યુવતીને મારવાનું ચાલુ રાખ્યું હતું, રિક્ષા એરપોર્ટ રોડ પર પહોંચી ત્યારે મોહસિનની પત્નીની બહેન અને તેનો 14 વર્ષનો પુત્ર ધોકો અને પાઇપ સાથે ત્યાં આવી પહોંચ્યા અને તે બંને પણ રિક્ષામાં બેસી ગયા હતા અને રિક્ષા કાલાવડ રોડ પર આગળ હંકારી હતી. રસ્તામાંથી મોહસિનની પત્નીએ દુકાનમાંથી મરચાંની ભૂકી ખરીદી અને રિક્ષા અવધના ઢાળિયા નજીક ભૂતબંગલા પાસે લઇ જવાઇ જયાં તેણે રિક્ષાચાલકને ભાડું ચૂકવ્યુ હતુ.

ત્યારબાદ તે લોકોએ યુવતીના કપડાં ઉતારી તેના ગુપ્ત ભાગે મરચાંની ભૂકી નાખી દીધી અને તે બાદ તે ચારેય નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ યુવતી સ્થળ પર કણસતી રહી હતી, આ ઘટનાની જાણ થતાં પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે બાદ હવે આ મહિલા હાથમાં આવી જતા પોલિસે તેની ધરપકડ કરી હતી અને તેના પર અનેક કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Shah Jina