રાજકોટની હચમચાવી નાખે એવી ઘટના ! જનેતાએ જ બે માસૂમોને ગળે ટૂંપો આપ્યો અને પછી પોતે પણ એસિડ ગટગટાવી લીધુ

હે ભગવાન, જનેતાએ જ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, હૈયું ચિરાઈ જશે આખી ઘટના વાંચીને

Rajkot Woman & Kids Dead Body : ગુજરાતમાંથી હત્યા અને આત્મહત્યાના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર ઘરકંકાસ કારણભૂત હોય છે. ઘણીવાર પરણિતાઓ પણ પતિ અથવા સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતી હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતની એક ચોંકાવનારી ઘટના બની છે. જે મહિલાએ આપઘાત કર્યો તેણે પહેલા તેના બાળકોનો જીવ લીધો હતોય મહિલાના સંસારમાં લાગેલી આગનો ભોગ બે માસૂમ બાળકો પણ બન્યા.

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતી મનીષા પરમારે પહેલા તેના બે માસુમ બાળકો કે જેની ઉંમર ત્રણ વર્ષ અને 6 માસ છે તેની ગળે ટૂંપો આપી હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. મનીષાબેન પરમારે પતિ સાગર પરમારના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મનીષાએ બાળકોની હત્યા બાદ એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે પતિ સામે આક્ષેપ કર્યા હતા.

આ વીડિયો તેણે ફેસબુક સ્ટેટ્સ પર મુક્યો હતો. જો કે, આ પાડોશીએ જોતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને દરવાજો તોડ્યો હતો. જો કે, આ દરમિયાન મનીષાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા અને તે પછી આ ઘટનાની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવી. મૃતકે આપઘાત પહેલા બનાવેલ વીડિયોમાં પતિનો ત્રાસ હોવાનું કહેતા પોલીસે સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મૃતકે જે વીડિયો ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કર્યો હતો તેમાં તે કહી રહી છે કે, હું ખુદ મરી જાવ છું, આ પાછળ જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર છે. એ પોતે છોકરીઓ સાથે આવી રીતે મારીને હેરાન કરે છે અને પૈસા પડાવે છે. મહિલાએ એમ પણ કહ્યુ કે, સાંઈબાબા ચોક ખાતે સરકારી દવાખાનાની ઉપર રહે છે તે જવાબદાર છે. હું મરી જાવ છું મારા બેય છોકરાવને પણ મારી નાખું છું. હું છૂટું કરવા ગઈ હતી પણ માલવિયાનગર પોલીસે સમજાવીને જવા દીધા હતા. મારા બેય છોકરાવને મારી નાખ્યા છે, હવે હવે હું એસિડ પીને મરી જાવ છું.

Shah Jina