રાજકોટમાં પત્ની પતિના મિત્ર સાથે બાંધી રહી હતી સંબંધ, પત્નીને મિત્ર સાથે રંગેહાથ ઝડપી, જાણી રૂંવાડા ઊભા થઇ જશે

રાજકોટમાં મિત્રની બૈરી સાથે રંગરેલિયા માનવી નાખ્યા, પતિએ પત્નીને મિત્ર સાથે રંગેહાથ ઝડપી લીધી, આંતરડા બહાર કાઢી નાખ્યા વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર અંગત અદાવતમાં તો કેટલીક વાર પૈસાની લેતી દેતીમાં અથવા તો પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યાના કિસ્સા બનતા હોય છે. ત્યારે કેટલાક મહિનાઓ પહેલા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક મિત્રના હાથે જ મિત્રની હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે આ મામલાની જાણ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, અને એસ.ઓ.જીને થઇ. ત્યારે સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી દોડી ગઇ અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

આ ઘટના જ્યારે બની ત્યારે આરોપીની પત્ની પણ હાજર હતી. પ્રાપ્ત વિગત અનુસાર, નેન્સી અને હુસેન ઈબ્રાહીમ દલવાણીના લગ્ન સાત-આઠ વર્ષ પહેલા થયા હતા અને નેન્સી મૂળ ગોવાની છે. તેણે હુસેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે દીકરી પણ છે. ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી આરોપીની પત્ની નેન્સી હુસેનના મિત્ર અખ્તરના પ્રેમમાં પડી હતી અને હુસેનને પત્નીની હરકતની જાણ થઇ ગઇ હતી. પણ તે બંનેને રંગે હાથે ઝડપવા માગતો હતો.

ત્યારે એકવાર તેને જાણ થઇ કે તેની પત્ની તેના મિત્રને મળવા પહોંચી છે અને તે બાદ હુસેન તેના એક મિત્ર સાથે ત્યાં પહોંચ્યો જ્યાં નેન્સી અને અખ્તર બંને પ્રેમાલાપ કરી રહ્યા હતા. ત્યારે બંનેને સાથે જોઇ હુસેન રોષે ભરાયો અને તેણે એક બાદ એક 11 જેટલા ઘા અખ્તરને ઝીંક્યા અને અખ્તર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતુ. જાણકારી અનુસાર, અખ્તર મંડપ સર્વિસનું કામકાજ કરતો હતો,

થોડા વર્ષો પહેલા જ તેના પિતાનું બીમારીને કારણે નિધન થયુ હતુ. જે બાદ અખ્તર તેની માતા સાથે પોતાની નાની ભેગો રહેતો હતો. જેને કારણે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. જૂન 2022ની આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી અને હુસેન દલવાણીને જેલ હવાલે કરાયો હતો.

Shah Jina