રાજકોટ : બેવફા પત્નીએ પતિને પેટમાં મારી છરી, એક મહિના સુધી જીવન અને મોત સામે જંગ લડતા લડતા થયુ મોત

કેવો કળયુગ આવ્યો…પત્નીએ પતિના આંતરડા બહાર કાઢી નાખ્યા, સમગ્ર મેટર જાણો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી હત્યાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં
રાજકોટમાંથી એક હત્યાનો ચોંકાવનારી મામલો સામે આવ્યો છે. એક બેવફા પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી દીધી. પ્રાપ્ત જાણકારી અનુસાર, 11 સપ્ટેમ્બરે રાત્રે વનીતાએ પતિ ભવાન નકુમ પર છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. તે બાદથી પીડિત પતિ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

જો કે, હાલમાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ મામલે ગાંધીગ્રામ પોલીસે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી. પત્નીએ પહેલા તો આ મામલે બચવા માટે પ્લમ્બિંગ કામ કરતી વખતે પતિના પેટમાં સળિયો ઘુસી ગયો હોવાનું રટણ કર્યું પણ ભાનમાં આવી જ્યારે પતિએ પોલીસ સમક્ષ હકીકત જણાવી પોલીસે તો પહેલા પોલિસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી.

આરોપી વનીતા છ વર્ષ પહેલાં પડોશમાં રહેતા જગદીશ સાથે બે બાળકોને મૂકી ભાગી ગઈ હતી. જો કે, છેલ્લા દોઢેક મહિનાથી જ તે પતિ સાથે પરત રહેવા આવી હતી. 11 સપ્ટેમ્બરે રાત્રે નવ વાગ્યા આસપાસ ભવાન જ્યારે જમીને ખાટલા ઉપર સુતો હતો ત્યારે પત્ની માળિયામાં રહેલી સુટકેસ નીચે ઉતારી પ્રેમ લગ્નના કાગળો શોધતી હતી.

જો કે, કાગળો ન મળતા તેણે પતિને કહ્યું કે મારી સુટકેસમાંથી કાગળો કોણે લીધા પણ ભવાન કાગળ વિશે કશું જાણતો ન હોવાનું જણાવ્યું. જે પછી પત્ની ઉશ્કેરાઈ ગઈ અને કહેવા લાગી કે કાગળો આપી દો નહીંતર ધાર્મિકને મારી નાખીશ. તે પછી વનિતા હાથમાં છરી લઈ ધાર્મિકને મારવા દોડી હતી. જો કે, આ સમયે પતિ વચ્ચે આવી જતા રોષે ભરાયેલ પત્નીએ પતિને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina