પ્રેમી સાથે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત હતી પત્ની ત્યારે જ અચાનક જ પહોંચી ગયો પતિ, પછી પતિએ કર્યુ એવું કે…

બેશરમ બૈરું પ્રેમી સાથે દેહસુખ માણવામાં મગ્ન હતી ત્યાં જ અચાનક જ પહોંચી ગયો પતિ! પછી જે થયું….

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોમાં હત્યાના કિસ્સા સામે આવે છે, ત્યારે રાજકોટના જેતપુરના પેઢલા ગામમાં પણ પતિ, પત્ની ઔર વોની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યુ છે. પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ આવેશમાં આવી પત્ની પર બાવળના લાકડા વડે જીવલેણ હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઉપરાંત પત્નીના પ્રેમીને પણ મારમારી ગંભીર ઘાયલ કર્યો.

Image source

પ્રેમી સાથે એકાંત માણી રહી હતી પત્ની

આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકના ભાઈ સુશીલે આરોપી બનેવી લખન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યુ કે સંગીતાના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા. સંગીતાને સંજય સોલંકી સાથે પ્રેમસંબંધ હોવાથી બંને અવારનવાર એકાંતમાં મળતા હતા.

પતિએ રંગેહાથ પત્નીને પ્રેમી સાથે દેહસુખ માણતા ઝડપી

ત્યારે ગત 14 તારીખે સાંજના પાંચ વાગ્યાના અરસામાં સંગીતા અને સંજય જેતપુરના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા અને બંને શરીરસુખ માણવામાં મગ્ન હતાં ત્યારે અચાનક જ સંગીતાનો પતિ લખન ત્યાં આવી ગયો અને પત્નીને પ્રેમી સાથે રંગે હાથ ઝડપી પાડી.

File Pic

પત્નીને માર મારતા થયુ મોત, પ્રેમી થયો ગંભીર ઘાયલ

તે પછી લખને આવેશમાં આવી પહેલા સંગીતા પર બાવળના લાકડા વડે હુમલો કર્યો અને સંજયને પણ માર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી લખને પત્નીને બેફામ માર મારતા તેનું મોત થયું હતું. ત્યારે બનાવ હત્યામાં પલટાતા આ મામલે જેતપુર ઉધોગનગર પોલીસે ફરિયાદ નોધાઇ અને તે બાદ પોલિસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina