રાજકોટમાં બૈરીની ખરાબ હરકતોને લીધે પતિને મળ્યું ભયાનક મૃત્યુ, રુવાડા ઉભા કરી દે એવી ઘટના સામે આવી

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં કોઇવાર અંગત અદાવત તો કોઇવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. હાલમાં રાજકોટમાંથી હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેર ફરી એક વખત રક્ત રંજીત બન્યું છે. પત્નીના જ પૂર્વ પ્રેમીએ તેના સાથી સાથએ મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ખબર સામે આવી રહી છે. આ મામલે માલવિયા નગર પોલીસ ખાતે પત્નીના પૂર્વ પ્રેમી અને તેના બે સાથી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

રાજકોટના ગોકુલધામમાં શુક્રવારના રોજ રાત્રીના સમયે કિશન ડોડીયા પર પત્નીના પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, ત્યાં સારવાર દરમિયાન જ તેણે દમ તોડી દીધો. ત્યારે આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની

પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતા 24 વર્ષિય કિશન ડોડીયા પર પત્ની રાધિકાના પૂર્વ પ્રેમી હિરેન પરમાર અને કાંચાએ સાથે મળી અગમ્ય કારણોસર છરી વડે હુમલો કર્યો હતો અને તે બાદ તેઓ નાસી છૂટ્યા હતા. જો કે, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો પણ તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતા હુમલાનો બનાવ હત્યામાં ફેરવાયો હતો. પોલિસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

પ્રતિકાત્મક તસવીર

મૃતકની પત્ની રાધિકાના પૂર્વ પ્રેમી હિરેન પરમાર સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલિસે કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે અને એક વ્યક્તિને સકંજામાં લીધો હોવાનું પણ સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, કિશન ડોડીયાએ સાતેક વર્ષ પહેલા રાધિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. ત્યારે હવે પિતાના મોતથી દીકરાના માથા પરથી પિતાની છત્રછાયા જતી રહી છે. રાધિકાએ જ્યારે કિશન સાથે લગ્ન કર્યા ત્યારે હિરેન પરમાર અને કિશન વચ્ચે અગાઉ પણ જરી હતી. ત્યારે પહેલાનો ખાર રાખી હિરેને કિશનની હત્યા નિપજાવી હોવાનું હાલ સામે આવ્યુ છે.

Shah Jina