રાજકોટમાં યુવાનીના જોરે બે યુવકો બાઈક રેસ કરવા ગયા અને મોતને ભેટ્યા, બની જિંદગીની અંતિમ રેસ, પરિવારમાં છવાયો માતમ

ગુજરાતની અંદર  છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ખાસ કરીને યુવાનો સ્ટન્ટ અને બાઈક રેસ કરવામાં મોતને ભેટતા હોવાની ખબરો પણ આવતી રહે છે. હાલ એવી જ એક ખબર રાજકોટમાંથી આવી છે, જ્યાં બે યુવકોની બાઈક રેસ જીવનની અંતિમ રેસ બની ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ મોડી રાત્રે રાજકોટ જામનગર હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્સેસ ઉપર ટ્રિપલ સવારી જઈ રહેલા ત્રણ યુવાનો પડધરી સર્કલ પાસે ટર્ન લેવા જતા ડિવાઈડર સાથે અથડાઈ અને રોડ ઉપર પટકાયા હતા. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને ત્રીજો યુવાન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આ અકસમાતને લઈને તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું કે અકસ્માતને ભેટનાર ત્રણેય યુવાનો જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા. આ બાબતે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચારથી પાંચ બાઈક સવારોએ જામનગર રાજકોટ હાઇવે ઉપર બાઈકની રેસ લગાવી હતી. પરંતુ યુવકો માટે તેમનો આ શોખ જીવલેણ સાબિત થયો અને બે યુવકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા.

અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના નામ 25 વર્ષીય વિશાલ મનોજભાઈ જાદવ, 23 વર્ષીય પરેશ હકાભાઈ સાકરીયા છે. તો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કિશોર 16 વર્ષીય કરણ ભરતભાઈ છે જે હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. બંને યુવકોના આ આકસ્મિક મોત બાદ પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાયો છે.

Niraj Patel