જેની સાથે કરતી હતી પાંચ વર્ષ સુધી કામ, તેની આપઘાતની ખબર સાંભળી પોતે પણ ટૂંકાવ્યુ જીવન

રાજકોટમાં બે બહેનપણીઓ કરી આત્મહત્યા, પોલીસે તાપસ કરી તો હોંશ ઉડી ગયા એવું રાઝ ખુલ્યું

રાજયભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ અવાર નવાર સમાચાર અને સોશિયલ મીડિયામાં સાંભળવા મળતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાં આપઘાતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજકોટમમાં બે બહેનપણીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે અને બંનેના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આપઘાત કરનાર બે યુવતિઓની ઉંમર 17 અને 20 વર્ષની હોવાનું જણાઇ આવ્યુ છે. તે બંને ખજૂર પેંકિંગનું કામ કરતા હતા. રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં યુવતિઓના આપઘાતને કારણે શોકની લાગણી છવાઇ ગઇ છે. આપઘાત કરનાર બે યુવતિઓનું નામ જીવી ધ્રાંગીયા અને પૂજા રમાવાત સામે આવ્યુ છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રૈયાધારના શીતળા માતાજીના મંદિર પાસે 17 વર્ષિય પૂજા રહે છે અને તેના પિતા મજૂરી કામ કરે છે. તે ગઇકાલના રોજ ઘરમાં એકલી હતી ત્યારે તેણે રૂમને અંદરથી બંધ કર્યો અને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ. ઘરનો દરવાજો તોડી તપાસ કરતા તે મૃત હાલતમાં મળી આવી હતી અને તેના પરિવારને ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. પોલિસ તપાસ દરમિયાન એ વિગત સામે આવી કે પૂજા ફોનમાં ઘણી વ્યસ્ત રહેતી હતી. પોલિસ હાલ તો તેની કોલ ડિટેલ્સ કઢાવવા કાર્યવાહી કરી રહી છે.

આ બનાવ બાદ ફરી એક બનાવ સામે આવ્યો હતો, જેમાં મોડી રાત્રે લગભગ 12.30 વાગ્યા આસપાસ 20 વર્ષિય જીવી ધ્રાંગીયાએ આપઘાત કરી લીધો. પોલિસ તપાસમાં સામે આવ્યુ હતુુ કે, જીવી અને પૂજા બંને મિત્રો હતી, બંને પાંચ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતી હતી. પૂજાના આપઘાતની ખબર બાદ જીવી ઘણી ઉદાસ થઇ ગઇ હતી અને તે ઘણી રડી પણ રહી હતી. તેના માતા-પિતાએ તેને સાંત્વના આપી હતી પરંતુ તેણે પણ મોડી રાત્રે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ.

હવે આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે, આખરે પૂજાએ આત્મહત્યા કેમ કરી અને બંનેના આપઘાત બાદ તો એ સવાલ છે કે, આખરે એવું તો શું હતુ જેના કારણે બંને બહેનપણીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ. જીવીની વાત કરવામાં આવે તો તેના લગ્ન એક યુવક સાથે બે વર્ષ પહેલા થયા હતા અને દીવાળી બાદ તેનું આણુ વળાવવાનું હતુ. પરંતુ તે પહેલા જ જીવીએ મોતને વહાલુ કરી લીધુ. હવે પોલિસ બંને ઘટનાની તપાસ કરી રહી છે.

Shah Jina