રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે HCમાં તત્કાલીન મ્યુનિ. કમિશનરની એફિડેવિટમાં મોટો ઘટસ્ફોટ- જાણો

ગુજરાતના રાજકોટમાં થોડા દિવસો પહેલા જ એક ખૌફનાક દુર્ઘટના ઘટી. રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી અને આ આગમાં 20થી વધુ હોમાયા. ત્યારથી લઇને આજ સુધી આ અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા થઇ રહ્યા છે. હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે. જેમાં ફાયર NOC, BU, ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો થયો છે. હાઇકોર્ટમાં તત્કાલીન મ્યુનિ.કમિશનરની એફિડેવિટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આગ લાગવા છતા પણ પોલીસ લાયસન્સ પર ધમધમતું હતુ.

જો કે, ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટિસ અપાઈ હતી તેમ છત્તાં 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી અને આખરે આગ લાગતા 28 નિર્દોષનો ભોગ લેવાયો. રાજકોટ TRP ગેમઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરાશે. અગ્નિકાંડમાં પકડાયેલા જમીન માલિકના રિમાન્ડ પૂર્ણ થયા છે. કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. જમીનનો માલિક અશોકસિંહ જાડેજા હાલ પોલીસ પકડથી દૂર છે. TRP ગેમઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર છે.

આ ઉપરાંત પૂર્વ TPO સહિત ચાર 12 જૂન સુધીના રિમાન્ડ પર છે. આ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા થઇ રહી છે. કોમર્શિયલ એકમોએ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે અને વધુ ભીડ વાળા કોમર્શિયલ એકમોએ ભરતી કરવી પડશે. તેમાં ખાનગી ફાયર ઓફિસરની ચેકિંગ, જાળવણીની જવાબદારી રહેશે.સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે વિચારણા કરવામાં આવી છે.

Shah Jina