રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ : પરાપીપળિયા ગામના જયંત ઘોરેચાનું મોત, પિતાના નિધનના 2 જ મહિનામાં પુત્રનું મોત- પરિવારે ભારે હૈયે આપી અંતિમ વિદાય

ગત શનિવારના રોજ રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગતા 25થી પણ વધારે લોકો ભડથુ થઇ ગયા, જેમાંનો એક પરાપીપળિયા ગામનો જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોરેચા પણ હતો. જયંતનું પણ આ અગ્નિકાંડમાં મોત થયું છે. DNA રિપોર્ટ આવતા તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો અને રૈયા ગામ સ્મશાન ખાતે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

એવી માહિતી સામે આવી રહી છે કે મૃતકના પિતાનું બે મહિના પહેલાં જ અવસાન થયું હતું ત્યારે પરિવારે દીકરો પણ ગુમાવતા આભા ફાટી પડ્યુ છે. જયંત ધ્રોલના જાયવા ગામના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં રમત માટે ગયો હતો, પણ આગે તેનો જીવ લઇ લીધો. મૃતકના પિતરાઈ કાકાએ જણાવ્યું કે, આરોપીઓ સામે ફાંસી કરતાં પણ વધારે જો કોઈ બીજી સજા થતી હોય તો તે કરવી જોઈએ.

કારણ કે, આ કોઈ એક વ્યક્તિના ગુનેગાર નથી પણ અનેક પરિવારના ગુનેગારો છે. અનેક વ્યક્તિના જીવ લીધેલા છે. આરોપીઓ સામે સખતમાં સખત ફાંસી કરતાં વધુ સજા થઈ શકતી હોય તો થવી જોઈએ. જણાવી દઇએ કે, મૃતક જયંત તેના પરિવારમાં ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો ભાઈ હતો.

હજુ તો પરિવારને રાજકોટ શિફ્ટ થયાને બેથી ત્રણ વર્ષ જ માંડ થયાં છે. ત્યાં બે મહિના પિતાનું અકાળે અવસાન થયું અને આ પછી દીકરાના મોત બાદ પરિવારને આઘાતજનક ઝાટકો લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina