રંગીલા રાજકોટનો વિચિત્ર કિસ્સો: મંદિરના સેવકને ગે વ્યક્તિએ સંબંધો બાંધીને કહ્યું ચુપચાપ 31 કરોડ…

રાજકોટમાં બપોરના સમયે અડપલાં કરી મંદિરના સેવકે ગે જોડે માણ્યું , પછી કાળું કહ્યું 31 કરોડ…જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં લોકોને માસુમ દેખાતી છોકરીઓ પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે સંબંધો બાંધી અને પછી બ્લેકમેઈલ કરતી હોય છે, ત્યારે હાલ રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સૌને હેરાન કરીને રાખી દીધા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કાલાવડ રોડ ઉ૫ર આવેલા એક પ્રતિષ્ઠિત ધાર્મિક મંદિરના એક સેવક સાથે ગે બનીને આવેલા એક વ્યક્તિએ સંબંધો બાંધ્યા હતા. આ વ્યક્તિની ગેંગે સંબંધ બાંધવા સમયનો વીડિયો પણ મોબાઇલમાં બનાવી લીધો હતો. જેના બાદ મંદિરના સેવકને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો.

જેના બાદ ગેંગના સભ્યો અને સંબંધો બાંધનારા ગે વ્યક્તિએ સાથે મળીને મંદિરના સેવક પાસે 4 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપ તો વીડિયો વાઇરલ કરી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.  ત્યારે આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી યુવકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાથે આરોપીએ મિત્રતા કેળવી બાદમાં તેને ભોળવી તેમના વિરુદ્ધ કાવતરું કરી સંબંધ બાંધી હિડન કેમેરાથી વીડિયો શુટિંગ કરી ધમકાવી પ્રથમ 31.35 કરોડની માગણી કરી હતી. જેના બાદ ફરિયાદી સાથે રૂબરૂ મિટિંગ કરી ધમકાવી 4 કરોડ જેટલી માતબર રકમની માગણી કરી. તેમજ આરોપીઓએ સેવકને ગાળો આપી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ખીસ્સામાંથી બળજબરીથી રૂપિયા 10,000 કાઢી લીધા હતા.

રાજકોટના આ હનીટ્રેપમાં કેસમાં ગેનો ઉપયોગ કર્યાની વાત સામે આવતા પોલીસે પણ તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે આ મામલે પોલીસે ચીમન ઉર્ફ મુન્નો, મનોજ ઉર્ફ અભય રાઠોડ અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ નામન શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરી છે. જ્યારે હાલ આ ધાર્મિક સંસ્થાના મંદિરનો સેવક છેલ્લા 3 મહિનાથી હનીટ્રેપમાં ફસાતા પોતાના ઘરે ગૃહસ્થી જીવન જીવતો હતો.

પોલીસના કહેવા મુજબ એ બીભત્સ વીડિયો બનાવનાર યુવક પોલીસ પકડથી દૂર છે, તે ભોપાલનો હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ જોઈએ તો વીડિયો ઉતાર્યા બાદ હનિટ્રેપનો પ્લાન કિશોર ગોહિલે બનાવ્યો હોવાનું સામે આવ્યું છે અને અન્ય ત્રણેયને 15 લાખ રૂપિયા જ્યારે બાકીના રૂપિયા કિશોર પોતે રાખવાનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચારેયને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હનીટ્રેપનો માસ્ટરમાઈન્ડ કિશોરસિંહ ગોહિલ એક સંસ્થામાં ભોજન માટે જતો હતો. એ જ સમયે તેને રસોડાના સેવક સાથે પહેલા તો ફ્રેન્ડશીપ કરી હતી પછી સંસ્થામાં બંને ટાઇમ ભોજન માટે જમવા માટે જતો હતો. આ દોસ્તી ચેટિંગ સુધી પહોંચી હતી અને બંને મળવા લાગ્યા હતા. આ દોસ્તી છેલ્લે  સબંધમાં પરિણમી હતી અને સેવક સાથે  સબંધ બાંધતો. આ રંગરેલિયાનો તેણે બિભસ્ત વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. વીડિયો ઉતારીને કિશેરસિંહે ચાર શખ્સો સાથે મળીને સેવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી અને છેલ્લે દોઢ કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી

પછી સેવકે પોલીસ સામે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, હું મૂળ જામનગર પંથકનો છું અને રાજકોટ શહેરમાં મંદિરમાં સેવક તરીકે સેવા નિભાવતો હતો. પછી મને રસોડા વિભાગની જવાબદારી મને સોંપાઇ હતી. પણ હાલમાં છેલ્લા 3 મહિનાથી મંદિરની સેવા છોડી ગૃહસ્થાશ્રમમાં આવી ગયો છું. આશરે એકાદ વર્ષ પહેલા ભોપાલનો એક શખ્સ મયંક સત્સંગી તરીકે સંસ્થામાં આવતો હતો અને અહીં જ બે ટાઇમ જમતો હતો. તે મંદિરની પાછળ જ ક્યાંક મકાન રાખીને રહેતો હતો. તે રોજે મને મળતો અને ચેટિંગ કરતો હતો.

Niraj Patel