રાજકોટમાં યુવકે ધોરણ 11ની વિદ્યાર્થીનીને ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ કહી 2 2 વાર….

નવરાત્રીમાં 16 વર્ષની સગીરા સાથે આંખ મળી, જામનગર રોડ પર મિત્રના ઘરે લઈને ગયો પછી કહ્યું કે તું ચિંતા ન કર…કપડાં કાઢીને ૨ ૨ વાર…જાણો સમગ્ર વિગત

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર એવું બને છે કે યુવકો નાની ઉંમરની સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેમની સાથે ના કરવાનું કૃત્ય કરી બેસે છે અને પોતાની હવસ સંતોષતા હોય છે. ત્યારે રાજકોટમાંથી ધોરણ 11ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીના પિતાએ નરાધમ યુવક વિશાલ પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનો ગત નવરાત્રિમાં આરોપી વિશાલ પરમાર સાથે સંપર્ક થયો હતો.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ તેઓ ઘણીવાર મળતા હતા અને એક વખત ચોટીલા ફરવા પણ ગયા હતા. ત્યારે ગત બુધવારના રોજ વિશાલે ધારેશ્વર મંદિર પાસે પીડિત વિદ્યાર્થિનીને બોલાવી હતી. તે પોતાની સાયકલ લઇ મંદિર પાછળની શેરીમાં રાખી વિશાલ સાથે બાઇક પર બેસી ગઈ હતી. વિશાલ વિદ્યાર્થીનીને લઇને જામનગર રોડ પર આવેલ તેના મિત્રના ઘરે લઇ ગયો અને કહ્યુ કે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’. જે પછી તેણે બે વખત દુષ્‍કર્મ આચર્યું હતું. 16 વર્ષની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદને આધારે વિશાલ પરમાર સામે IPC 363, 366, 376, પોક્‍સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં પોલિસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યુ હતુ કે તેઓ કારખાનામાં કામ કરે છે તેમને ત્રણ બાળકો છે. જેમાં એક 16 વર્ષની દીકરી ધોરણ 11માં ભણે છે. 27 એપ્રિલના રોજ પીડિતાના પિતાને રજા હોવાને કારણે તે ઘરે હતા અને ત્યારે તેમની દીકરી બપોરે પોણા બાર વાગ્‍યા આસપાસ સ્‍કૂલ-ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી હતી, જે બાદ તે સાંજના 5.30 સુધી પરત ન આવતાં સ્કૂલે જઇ તપાસ કરી હતી. જે બાદ ત્યાંના વોચમેને કહ્યુ હતુ કે સ્કૂલ તો છૂટી ગઇ છે.

પ્રતિકાત્મક તસવીર

આ બાદ તેઓ ઘરે આવ્યા અને પછી લગભગ દોઢેક કલાક બાદ દીકરીની બહેનપણીઓનો સંપર્ક કર્યો અને તેમની પૂછપરછ કરી. તેની એક બહેનપણીએ કહ્યું કે સ્‍કૂલમાં આજે રજા હતી, તમારી દીકરી સ્‍કૂલે ગઇ જ નથી. આ પછી અમે અમારી રીતે શોધખોળ શરૂ કરતાં સાડાઆઠેક વાગ્‍યે દીકરી ઘરે આવી હતી. તેના ઘરે આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે કહ્યુ કે તે બહેનપણીના ઘરે હતી. તે દરરોજ સાયકલ લઇને સ્કૂલે જતી હતી અને તેથી તેમણે પૂછ્યુ તો સાઇકલ ધારેશ્વર મંદિર પાસે રાખી દીધી હતી. પણ તેઓ ત્‍યાં જતાં સાઇકલ મળી નહોતી.

પ્રતિકાત્મક તસવીર

એ પછી ફરીથી દીકરીના પરિવારના સભ્‍યોએ સાથે મળી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ગત નવરાત્રિમાં ગરબી રમવા ગઈ હતી ત્‍યારે જામનગર રોડ પર રહેતા વિશાલ પરમાર સાથે પરિચય થયો હતો. જે બાદ બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપ્યા હતા અને પછી વાતચીત શરૂ થઇ હતી. તેઓ ગયા ડિસેમ્‍બર માસમાં ધારેશ્વર મંદિરવાળી ગલીમાં મળ્‍યાં હતાં અને બે મહિના પહેલાં ચોટીલા ફરવા પણ ગયાં હતાં. આ રીતે અવારનવાર રાજકોટમાં મળતાં હતાં.

પ્રતિકાત્મક તસવીર

તેણે કહ્યુ કે, વિશાલ તેને જામનગર રોડ પર રહેતા તેના મિત્ર હુસૈનના ઘરે લઇ ગયો હતો અને ત્‍યાં કોઇ ન હોવાથી વિશાલે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ એમ કહી મને નિર્વસ્ત્ર કરી બે વખત શરીરસંબંધ બાંધી લીધો હતો. એ પછી સાંજે હુસૈનના ઘરેથી મને ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્યાં જઇ જોયુ તો સાયકલ ન હોવાથી તે પીડિતાને ઘર નજીક ઉતારી ગયો હતો. આ સાંભળ્યા બાદ તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જે બાદ પીડિતાના પિતાએ પોલિસ સ્ટેશનમાં વિશાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina