રાજકોટમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, કારણ સાંભળીને રડી જશો

કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક સમય પછી હવે પરીક્ષાનો દોર શરૂ થયો છે. ત્યારે હાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10 અને 12 ધોરણની પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે. ત્યારે ઘણીવાર પરિક્ષાના કારણે વિદ્યાર્થીઓ ટેન્શનમાં આપઘાત કરી લેતા હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલ રાજકોટમાંથી ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હોવાનુ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ તો આ આપઘાત પાછળનું પ્રાથમિક તારણ એ સામે આવ્યુ છે કે, નપાસ થવાના ડરને કારણે વિદ્યાર્થીનીએ જીવનનું આ અંતિમ પગલુ ભર્યુ છે. ઘટનાની વિગત જોઇએ તો, ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર વિદ્યાર્થીની તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરુવારના રોજ પાંચેક વાગ્યા આસપાસ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કર્યુ હતુ.

જો કે, તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી પરંતુ તેણે રાત્રે 1.30 વાગ્યા આસપાસ દમ તોડી દીધો હતો. યુવતિએ પરીક્ષાના ટેન્શનમાં આવી આવું પગલુ ભર્યુ હોવાનું હાલ પ્રાથમિક તારણ છે. હાલ તો આ મામલે ભક્તિનગર પોલિસ તપાસ કરી રહી છે. આ વિદ્યાર્થીનીનો રાજકોટની કડવીબાઇ વિદ્યાલયમાં નંબર આવ્યો હતો.

તેના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા. જેણે ચકચાર જગાવી મૂકી હતી, ત્યારે વધુ એક વિદ્યાર્થીનીના મોતના સમાચાર સામે આવ્યા છે.

Shah Jina