ખબર

રાજકોટની સગીરાને આવું બોલીને સુરતના વ્યક્તિએ શાળાના જ બાથરૂમમાં દુષ્કર્મ આચર્યું અને પછી…..

ચાલ પહેલા આપણે સુખ માણી લઈએ એવું બોલીને સ્કુલના જ બાથરૂમમાં બે-બે વાર માણ્યું અને પછી…

મહિલાઓ સાથે છેડછાડ અને બળજબરીથી દુષ્કર્મ આચરવાના ઘણા કિસ્સાઓ રાજ્યભરમાંથી સામે આવી રહ્યા છે. ઘણી યુવતીઓને પ્રેમના ઝાંસામાં ફસાવીને લગ્નની લાલચ આપીને ઘણા યુવાનો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હાલ રાજકોટમાંથી સામે આવી રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની ૧૫ વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી સુરતમાં રહેતા વ્યક્તિએ તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેના બાદ તરુણીને લગ્નની લાલચ આપી સુરત પણ બોલાવી હતી તરૂણી ત્યાં પહોંચ્યા બાદ આ વ્યક્તિ  લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેના બાદ તરુણી સુરતમાં રહેતા તેના સગાના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયડ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે સુરતમાં રહેતા શેખર આહુજા નામના વ્યક્તિ સામે દુષ્કર્મ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર રણછોડનગર ખાતે રહેતા તેના દાદીના ઘરે અવારનવાર જતી હતી દરમિયાન અહીં સરસ્વતિ સ્કૂલમાં ચોકીદારી કરનાર પરિવારની દીકરી ભૂમિ સાથે તેનો પરિચય થયો હતો અને તે તેની મિત્ર બની ગઈ હતી દરમિયાન એક વખત તેની બહેનપણીના ફોનમાં તેના કૌટુંબિક ભાઇ શેખર સુરતભાઈ આહુજાનો ફોન આવ્યો હતો અને ત્યારે પ્રથમ વખત તેણીએ આ શેખર સાથે વાતચીત કરી હતી અને જેના બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

ધીમે ધીમે આ બંનેની વાતો વધવા લાગી અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેના બાદ માર્ચ 2021માં શેખર યુવતીની બહેનપણીના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે આપણા બંનેની જ્ઞાતિ અલગ અલગ હોય માતા-પિતા લગ્ન માટે માનશે નહિ જેથી આપણે પહેલા સુખ માણી લઈએ જેના બાદ ઘરના લોકો લગ્ન માટે રાજી થઇ જશે.

આવી વાતોમાં સગીરાને ફોસલાવીને સરસ્વતી સ્કૂલની અંદર સગીરાની બેનપણીના ઘરની બાજુમાં આવેલા બિન ઉપયોગી બાથરૂમમાં લઈ જઇ શેખરે બે વખત સુખ મળ્યું હતું. બાદમાં કહ્યું હતું કે, તું તારા ઘરે કોઈને કહેતી નહીં નહીંતર બદનામ કરી નાખીશ. આવી મીઠી મીઠી વાતો કરી અને શેખર પાછો સુરત ચાલ્યો ગયો હતો.

આ ઘટના બાદ પણ શેખર અને સગીરા બંને ફોન ઉપર વાતો કરતા હતા તે દરમિયાન શેખર પણ તેને સતત લગ્નનો વાયદો કર્યા કરતો હતો. ત્યારબાદ શેખરે તારીખ ૧૧/૬/૨૦૧૯ ના ફોનમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તું ઘરેથી પૈસા લઈને સુરત આવી જા આપણે લગ્ન કરી લઈશું. જેથી સગીરા કોઈને કહ્યા વગર ઘરેથી સુરત પહોંચી ગઈ હતી.

સગીરા સુરત પહોંચી અને શેખરને મળી ત્યારે શેખરે કહ્યું કે, હવે આપણા લગ્ન શક્ય નથી તું તારો રસ્તો કરી લે જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું અનુભવાયું હતું અને તે તુરંત જ સુરતમાં રહેતા તેના સગાના ઘરે પહોંચી ગઇ હતી. દીકરીની હકીકત સાંભળ્યા બાદ આ મામલે તેની માતાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી શિખર આહુજા સામે બળાત્કારની કલમ ૩૭૬ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા પોલીસ મથક તરફ રવાના કરી છે.