રાજકોટ : સાસરિયાએ પાર કરી બધી હદો, વહુના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી કર્યુ એવું કે…જાણી તમારો પારો પણ છટકી જશે

Rajkot FIR Was Filed Against in laws : ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે સંબંઘો પણ શર્મશાર થઇ જાય. આમ તો કોઇ દીકરીના લગ્ન થાય તો એ પછી વહુ સાસરિયાં માટે પણ દીકરી સમાન જ હોય છે, પણ રાજકોટમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી કે જે સમગ્ર ભદ્ર સમાજ માટે શરમજનક છે. રાજકોટની એક પરિણીતાના સાસરિયાએ એટલી ગંદી હરકત કરી કે કોઇનું પણ માથું શરમથી ઝૂકી જાય.

સાસુ-સસરા અને પતિએ મળી પાર કરી બધી હદો
પરણિતાએ તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે તેના સસરાને પૈસાની જરૂર હોવાથી તેના ન્યૂડ વીડિયો ઉતારી એના લાઈવ શો કરાવતા અને આમાં ખાલી સસરાનો હાથ નહોતો પણ પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી છે.

પરણિતાએ ચારેક વર્ષ પહેલા યુવક સાથે મિત્રતા થયા બાદ એક લગ્નપ્રસંગમાં મુલાકાત થઈ અને આખરે યુવકના વાલીએ તેનાં માતા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ પરણિતાના માતા-પિતાએ ફગાવી દેતા તેણે યુવક સાથે સંબંધો કાપી નાખ્યા.

સસરાએ પરણિતાના ગંદા વીડિયો શૂટ કરી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા
જો કે, બે વર્ષ પહેલાં ફરીથી યુવકે તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તે પછી બંને વચ્ચે ચેટ શરૂ થઈ. ધીરે-ધીરે બંને નજીક આવ્યા પણ યુવકની સગાઈ બીજે થઈ ગઈ હતી, જે તેણે તોડી નાખી. આખરે તેણે માતા-પિતાને વાત કરતાં તેઓ એકબીજાને મળ્યાં અને પછી બંનેની સગાઈ થઈ. જો કે, પરણિતાના માતા-પિતાએ સમાજમાં તપાસ કરી તો યુવકના પરિવારના સભ્યો સારા ન હોવાની માહિતી મળતાં લગ્ન કરાવવાનો ઈન્કાર કરી દીધો. ત્યારે યુવકે તેનું બ્રેઈનવોશ કરી નાખતાં તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા.

જે બાદ જ્ઞાતિના રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં. વર્ષ 2022માં તે ગર્ભવતી થઇ ત્યારે તેનાં માતા-પિતાએ તેના ઘરે આવવાનું શરૂ કર્યું હતું. પણ એક દિવસ તેના સસરાએ આવીને કહ્યું કે તારી પ્રેગ્નેંસીમાં શું ફેરફાર થયો છે ? એ મારે જોવો છે, જે પછી તેના પતિએ શરીરનો અને પેટનો વીડિયો ઉતાર્યો અને ઘણી વખત ન્યૂડ વીડિયો ઉતાર્યો ને તે સસરાને બતાવ્યો, આ બાબત તેને ગમતી નહોતી એટલે તેણે વિરોધ કર્યો તો પતિએ તેને ચૂપ કરાવી દીધી.

વહુના રૂમમાં CCTV પણ લગાવ્યા
આ ઉપરાંત એવું પણ કહ્યુ કે તને હું કહું તેવા વીડિયો અને ફોટા મોકલવા પડશે, નહીંતર તને મારી નાખીશ. આ વખતે સાસુ પણ કહેતાં કે તારે સસરા કહે એમ કરવું પડશે. તેના વીડિયો ઉતારી સસરાને મોકલતો અને સસરા એક વોટ્સએપ ગ્રૂપમાં વીડિયો મૂકતા. આ ઉપરાંત આ વીડિયો તે તેનાં પતિ, સાસુ, સસરા જોતા પણ હતાં. જો કે, પરણિતાએ વોટ્સએપ ગ્રૂપમાં વીડિયો મૂકતા વિરોધ કર્યો તો પતિએ જવાબ આપ્યો નહિ, તે પછી સસરાએ વહુના રૂમમાં CCTV કેમેરા ફિટ કરાવ્યા અને આ બાબતનો વિરોધ કરતા પતિએ કહ્યુ કે પપ્પાએ ફિટ કરાવ્યા છે એટલે ભલે રહ્યા.

આ પછી તે પતિ સાથે ફિઝિકલ રિલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દૃશ્યો જોતા. એક દિવસ પતિ અને સસરા તેને હોટલે લઈ ગયા, જ્યાં તેના સસરાએ અગાઉથી ત્રણ કોલગર્લ બોલાવી હતી. સસરાએ તે બતાવી તેને કહ્યું, મારો પુત્ર આ કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે એ રીતે તારે તેની સાથે ઘરે સેક્સ કરવાનું છે. તે બાદ બે કોલગર્લ લઈને રૂમમાં, જ્યારે તેનો પતિ ત્રીજી કોલગર્લ લઈને બીજા રૂમમાં જતો રહ્યો અને પતિએ તેને એ રૂમમાં આવવાનું કહ્યું.

કોલગર્લ સાથે શરીર સંબંધ બાંધી એ જ રીતે ઘરે  પણ બાંધવા દબાણ કર્યુ
જો કે, પરણિતાએ ઈનકાર કરતાં બળજબરીથી લઈ ગયો અને ત્યાં તેણે કોલગર્લ સાથે જુદી-જુદી રીતે સેક્સ કરી કહ્યુ કે તારે ઘરે આ રીતે સેક્સ કરવું પડશે. આ પછી પતિ ઘરે બળજબરી કરીને તેની ઈચ્છા વિરુદ્ધ જુદી-જુદી રીતે સેક્સ કરીને હેરાન કરતો. હજુ એકાદ મહિના પહેલાં સસરાએ તેને કહ્યું, એક પોર્નોગ્રાફી વેબસાઈટ છે, જેમાં આપણે તારા ન્યૂડ વીડિયો મૂકીશું તો એ જોઈને લોકો આપણને ટોકન આપશે અને ટોકન સીધા બીટકોઈનમાં અને બાદમાં ઈન્ડિયન રૂપિયામાં કન્વર્ટ થઈ જશે,

જો કે, પરણિતાએ વિરોધ કરતા સસરા તેની પર ગુસ્સે થયા અને ઈમોશનલ બ્લેકમેઇલિંગ કરતા કહ્યું, આપણે તારો ફેસ નહીં બતાવીએ, માસ્ક પહેરાવી દઈશું, તું ફેમિલીને હેલ્પ કરવા માટે આટલું તો કરી શકે ને, તારી બોડીને કોઈ ટચ નહીં કરે. જો કે, આ પછી પરણિતાએ હા પાડી દીધી અને એક દિવસ બપોરે સસરા તેના રૂમમાં આવ્યા અને એ સમયે પતિ પણ ત્યાં જ હતો. સસરાએ તેનાં બધાં કપડાં કઢાવી અલગ-અલગ રીતે એક્ટિંગ કરવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે કોઈ પુરુષ જોતો હોય તો તેને સેક્સ અંગેની ફીલિંગ આવવી જોઈએ.

જો કે, આ બધુ ચાલ્યા બાદ ​​​​​​​થોડા સમય પછી સસરાએ કહ્યું કે પોર્નોગ્રાફી વેબસાઈટ પર તારે શો કરવાનો છે. આ રીતે તેના રૂમમાં લગાડેલા સ્ક્રીન પર ઓનલાઈન લાઈવ શો તે કરતી હતી. તે પહેલાં પતિએ રૂમની બેડશીટ અને પડદા બદલાવી દીધા હતાં. ફક્ત એટલું જ નહીં, તેને માસ્ક પહેરાવીને પોર્નોગ્રાફી વેબસાઈટ પર તેનો ન્યૂડ લાઈવ શો રાત્રે એકથી બે કલાક માટે મૂક્યો હતો. આવું ઘણા દિવસો સુધી ચાલ્યુ અને પછી પરણિતાને ગુપ્ત ભાગે ઈન્ફેક્શન થયુ, તો સસરા મલમ લઈ આવ્યા અને તેને મલમ લગાડી આપવાનું કહ્યું પણ પરણિતાએ ઈનકાર કર્યો તો બળજબરીથી તેને મલમ લગાવી આપ્યો.

ત્યારે આખરે કંટાળી પરણિતા પિયર જતી રહેતા તેણે તેના માતા-પિતાને પોતાની આપવીતી જણાવી અને પછી બીજી તરફ પતિ, સાસુ-સસરા તેને પાછા ઘરે લઈ આવવા માટે દબાણ કરવા લાગ્યા, પણ કંટાળીને આખરે પીડિત પરણિતાએ ફરિયાદ નોંધાવી.

Shah Jina