રાજકોટમાં સડક છાપ રોડ રોમિયો જાહેરમાં રસ્તા પર જ યુવતીને બીભત્સ ગાળો બોલીને પજવવા લાગ્યા, આખી ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ

રાજકોટમાં યુવતીઓની છેડતી કરતા યુવકનો વીડિયો વાયરલ, બીભત્સ શબ્દો કહી પજવી, જુઓ VIDEO

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Rajkot Romeo molested the girl : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. જેમાં મહાનગરોમાં તો હવે ધોળા દિવસે પણ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈને સામાન્ય માણસનું તો જીવવું મુશ્કેલ બની જાય. એમાં પણ સૌરાષ્ટ્રની શાન કહેવાતું રાજકોટ હવે જાણે બીજું બિહાર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટની અંદર હવે ધોળા દિવસે જ કોઈની હત્યા કરી દેવી, સામાન્ય બોલચાલમાં જ મામલો મરવા મારવા પર ઉતરી આવવો કે પછી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતીના મામલાઓ પણ સતત વધી રહ્યા છે.

ખુલ્લેઆમ યુવતી અને સગીરાની છેડતી :

રાજકોટના લુખ્ખા તત્વોને જાણે કે પોલીસ અને કાયદાનો કોઈ ડર ના હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેનો પુરાવો હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે. જેમાં એક રોડ રોમિયો ટુ-વ્હીલર પર બેસીને બેફામ ડ્રાઈવ તો કરી જ રહ્યો છે સાથે સાથે તે રસ્તા પર જતી એક સગીરા અને એક યુવતીની છેડતી પણ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ તથા જ રાજકોટના સભ્ય સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

બીભત્સ ગાળો પણ બોલ્યો :

આ યુવકને જાણે કાયદા કે પોલીસનો કોઈ ડર ના હોય તેમ સ્કૂટર પર જતા સમયે જ તે સગીરા અને યુવતીને બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે. ત્યારે આ વીડિયો જંગલની આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસના હાથે પણ લાગ્યો અને જેને જોઈને પોલીસ પણ હેરાન રહી ગઈ, જેના બાદ પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો.

પોલીસે સરઘસ કાઢ્યું :

પોલીસે આરોપી યુવકને ઝડપી અને તેનું સરઘસ પણ કાઢ્યું હતું. રાજકોટ બી ડિવિઝન પોલીસે આરોપીને આ રીતે કાયદાનો પાઠ ભણાવ્યો, છતાં પણ રાજકોટમાંથી છાસવારે સામે આવી રહેલી આવી ઘટનાઓને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના લોકોની માંગ છે કે અધિકારીઓએ આવા ગુન્હાઓમ આકરી કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel