રાજકોટમાં દંપતી ઘરે જમતું હતું અને અચાનક કોઈએ આવીને છાતીમાં સગર્ભા પત્નીને ગોળીએ દીધી, આખરે…

રંગીલા રાજકોટમાં ગર્ભવતી પરિણીતાની ધોળે દિવસે હત્યા! જેને ગોળી મારી એના વિશે જાણીને ચોંકી જશો

રાજયભરમાં અનેકવાર હત્યાના બનાવો સામે આવે છે અને તેમાં કોઇને કારણસર હત્યા કરી દેવામાં આવતી હોય છે. કોઇવાર પ્રેમના કારણે હત્યા કરી દેવામાં આવે છે તો કોઇવાર પૈસાની લેતી દેતીમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. હત્યા કરવીએ સામાન્ય બાબત થઇ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આજે હાલ એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં એક મહિલાની તેની જ ઘરમાં ઘૂસી અને પતિની સામે હત્યા કરી હોવાની ઘટના બની છે.

આ મહિલા બ્યુટી પાર્લર ચલાવતી હતી અને તેનું નામ સરિતા સામે આવ્યુ છે. રાજકોટમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આરોપીનો પણ ખુલાસો આ ઘટના મામલે થયો છે, તેનું નામ આકાશ મોર્ય હોવાનું સામે આવ્યુ છે ત્યારે તેણે ફાયરિંગ કરી પતિની સામે જ પત્નીની હત્યા કરી હોવાની વિગત બહાર આવી છે.

રાજકોટના કાલાવડ રોડ પર રવિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં પતિ અને પત્ની જમવા બેઠા હતા અને ત્યારે એકદમ જ તે મહિલાના પૂર્વ પતિએ આવીને મહિલાને છાતીમાં ગોળી મારી દીધી હતી અને આરોપી ભાગી ગયો હતો. ત્યારે સ્થાનિક દ્વારા તેનો પીછો કરાયો હતો અને પોલિસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલિસે ફિલ્મી ઢબે આરોપીને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો.

આ મહિલાના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા આકાશ સાથે થયા હતા અને બાદમાં છૂટાછેડા થયા હતા, તે બાદ મહિલાએ પંકજ સાથે લગ્ન ક્રયા હતા. પતિ-પત્ની બપોરે જમતા હતા ત્યારે આકાશ ગોરખપુરથી આવ્યો અને પૈસાની લેતીદેતીમાં માથાકૂટ થયા બાદ તે ફાટરિંગ કરી મહિલાની હત્યા કરી ભાગી ગયો હતો. આરોપી મહિલાને અત્યાર સુધી રૂપિયા આપવાનું કહી રહ્યો હતો અને તે બાદ રોષે ભરાતા આરોપીએ ગોળી મારી મહિલાની હત્યા કરી દીધી હતી.

Shah Jina