અત્યારે આટલી મોંઘવારીમાં દિવસે ને દિવસે સતત હોટેલોથી લઈને કે પાણીપુરીની લારીએ પોતાની ખાધ વસ્તુનો ભાવ વધારો જોવામાં આવે છે. દર 5 કે 6 મહિને હોટેલના મેનૂ પણ બદલાઈ જતાં હોય છે. એમાં પણ એક-એક વસ્તુના ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. જો કોઈ ફરિયાદ કરે તો કહેશે કે, આ મોંઘવારીના કારણે અમારે ભાવવધારો કરવો પડતો હોય છે.
રાજકોટમાં ભક્તિનગર મેઈન રોડ પર, સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક પરિવાર વડાપાઉંનો ધંધો કરે છે. આ પટેલ વડાપાઉં સતત પાંચ વર્ષથી એક ભાવમાં વડાપાઉં વેચે છે. વડાપાઉંનો ભાવ છે માત્ર ફક્ત 5 રૂપિયા. આ પરિવારે સતત પાંચ વર્ષથી આજ સુધી વડાપાઉંના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કર્યો નથી. તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ પટેલ વડાપાઉંની…

ભક્તિનગર પાસે ઊભા રહેતા પટેલ વડાપાઉંમાં તમે આંટો મારશો તો ત્યાં દસ રૂપિયાના 2 જ વડાપાઉં મળે છે અને એ પણ જોટામાં જ સિંગલ વડાપાઉં તો આપવામાં જ નથી આવતા… ને સાથે એક તળેલું મરચું અને સમારેલી ડુંગળી તો ખરી જ… એ ઉપરાંત વડુ તળવા માટે પણ કપાસિયા તેલનો જ ઉપયોગ કરવાનો અને કોઈપણ વસ્તુ વાસી નહી વાપરવાની. બધી જ વસ્તુ તરત જ બનાવવાની અને વાપરી નાખવાની… આખા રાજકોટમાં ફરો પણ તમને પટેલ વડાપાઉં જેવા ટેસ્ટી વડાપાઉં ને ત્યાની ચોખ્ખાઈ ક્યાંય જોવા ન મળે.

આ વડાપાઉં એક 4.25 રૂપિયામાં બને છે, ને એ ભાઈને આટલી મહેનત કરે છે ત્યારે એક વડાપાઉંએ મળે છે માત્ર 75 પૈસા જ. પરંતુ એમની ઈમાનદારીથી રોજના ચાર કલાકના જ ધંધામાં રોજના 1600 વડાપાઉં આરામથી વેચાઈ જાય છે. જેનો એમને સંતોષ છે.
આ પટેલ વડાપાઉંના માલિકે કામ કરવા માટે કોઈ જ માણસો રાખ્યા નથી. એમના પરિવારની મદદથી બધુ જ જાતે જ બનાવે છે. એમના પત્ની બટેકા વડા બનાવે અને તેઓ અને તેમનો દીકરો બધાને વડાપાઉં બનાવી પેક કરી લોકોને આપવાનું કામ કરે છે.
આમ જોઈએ તો આજના સમાજમાં આવા પ્રમાણિકતાથી અને મહેનત કરી ધંધો ખૂબ ઓછા લોકો કરતાં હોય છે. અને આ ભાઈને તો એમની મહેનતનું પરિણામ પણ તરત જ જોવા મળે છે. અત્યારે ઘણા એવા લોકો છે જે શરૂઆતમાં પોતાનો ધંધો ચલાવવા ઈમાનદારીપૂર્વક કામ કરતાં હોય છે ને જેવો પોતાનો ધંધો સારો જામી જાય એટ્લે વધારે પૈસા કમાવવા માટે બેઈમાની પર ઉતરી આવે છે. પરંતુ પટેલ વડાપાઉંનું ઊંધું છે.
એમનો ધંધો તો જામી જ ગયો છે ને એમની ઈમાનદારી પણ રાજકોટના રહેવાસીઓ પાંચ પાંચ વર્ષથી જોઈ રહ્યા છે. તેમનો આખો પરિવાર મદદ કરે. ભાઈ પોતે પાર્સલ વગેરે કરે, તેમના પત્ની બટેટા વડા બનાવે અને 16-17 વર્ષનો પુત્ર પાઉંમાં ચટણી વગેરે લગાવી વડાપાઉં તૈયાર કરે.

આજકાલ મોટાભાગના રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ સાથે સંકળાયેલ વેપારીઓ જોયા જાણ્યા વગર ભાવ વધારો કરી નાખતા હોય છે કમાવાની લાલચમાં. પરંતુ આ પટેલ વડાપાઉંવાળાને એવી કોઈ જ લાલચ નથી એ સંતોષ અનુભવે છે કે મારા 1600 વડાપાવ તો રોજ વેચાય છે… જો એમના વડાપાઉં ડબલ વેચાય તો પણ એમની પ્રમાણિકતામાં કોઈ જ ફેરફાર જોવા મળશે નહી.
બાકી આમની જગ્યાએ કદાચ કોઈ બીજું હોય તો શરૂઆતમાં ઈમાનદારીથી ધંધો કરશે, પછી જયારે ધંધો જામી જશે એટલે તેમનો વ્યવહાર બદલાઈ જશે. ત્યાંનું ખાવાનું મોંઘુ થઇ જશે, ચોખ્ખાઈનું તો નામોનિશાન સાફ થઇ જશે. પછી તો નફાનું માર્જિન વધારી દેશે અને એ માટે ભાવ વધારશે, અને ખાવાની ગુણવતા ખરાબ થઇ જશે. પૈસા બચાવવા માટે બધો જ માલ સસ્તો લાવવાનો શરુ કરી દેશે.
અમારી ટિમ દ્વારા લીધેલ મુલાકાત: વિડિઓમાં જુવો વધારે માહિતી (વિડિઓ : ઈટ અને ડ્રાયવ ટિમ – આનંદ ભાઈ)