પાણીપુરીથી ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઇઝનિંગ અને આંતરડામાં….નબળા હૃદય વાળા ભૂલથી પણ ન વાંચે

ગુજરાતના આ મોટા મહાનગરના પાણીપુરીના પાણીમાં એવું મળ્યું કે ચીતરી ચડશે, હિમ્મત હોય તો જ વાંચજો

ગુજરાતમાં અનેક સ્થળોએ હાલમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે હાલ ડેન્ગયુ અને ચિકનગુનિયાના કેસો જોવા મળી રહ્યા છે. કોરોનાની મહામારી તો હજુ ગઇ નથી અને ત્યાં બીજા રોગોથી પીડાતા દર્દીઓની ભીડ હોસ્પિટલમાં જોવા મળે છે. હાલ તો અનેક જગ્યાએ પાણીપુરી વિક્રેતાના ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાંથી ચોકાવનારી વિગત સામે આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગે ખાવા પીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય હોવાનું સામે આવતા સેમ્પલની તપાસ લીધી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને બીમારીઓ વધારે ન ફેલાય તે માટે કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યુ છે. જેમાં હાલમાં જ પાણીપુરી ફેરિયાઓ, લારીઓ અને 20 જેટલી દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં “ઇ-કોલીના” નામના બેક્ટેરિયાની હાજરી જોવા મળી હતી. આને કારણે ઝાડા-ઉલ્ટી, આંતરડામાં ચાંદા પડવા, ફૂડ પોઇઝનિંગ થવુ જેવી ચોંકવનારી વિગત સામે આવી હતી.મીડિયા રિપોર્ટ પ્રમાણે નીચે આપેલ દુકાનોના પાણીમાં મળ્યા બેક્ટેરિયા છે.

જાણો કઇ દુકાનોના પાણીમાં મળ્યા બેક્ટેરિયા

  1. નારાયણ દિલ્હી ચાટવાલા,મોરી હોસ્પિટલની સામે, 25-ન્યુ જાગનાથ
  2. સાધના ભેળ,બોમ્બે હોટલની બાજુમાં,ગોંડલ રોડ
  3. બોમ્બે સ્ટાઇલ ભેળવાળા,સર્વેશ્વર ચોક
  4. જય જલારામ પાણીપુરી,ડી માર્ટ પાછળ, પુરુષાર્થ મે. રોડ
  5. રવીરાજ રેફ્રીજરેશન,પેડક રોડ ચાર રસ્તા
Shah Jina