રાજકોટમાં આધેડે મામૂલી મેટરમાં કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ એવું એવું કે…વાંચી આંખમાં આવી જશે આંસુ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે, જેમાં કોઇ પ્રેમ સંબંધને કારણે તો કોઇ લગ્નેતર સંબંધને કારણે તો કોઇ આર્થિક તંગીને કારણે અથવા તો કોઇ પારિવારિક ઝઘડાને કારણે આપઘાત કરી લે છે. ઘણા લોકો કોઇ માનસિક હેરાનગતિ કે શારીરિક પરેશાનીને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના એક આધેડે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેને કારણે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (તમામ તસવીરો સૌજન્ય : વીટીવી ન્યુઝ)

જ્યાં તેમણે દમ તોડી દેતા આપઘાતના પ્રયાસનો મામલો આત્મહત્યામાં ખપાયો હતો. રાજકોટમાં આવકાર સિટી એપાર્ટમેન્ટમાં રહેતા 55 વર્ષિય કારખાનેદાર જીતેન્દ્રભાઈએ 20 માર્ચનાં રોજ પોતાના ઈલેક્ટ્રીક મોટર બાંધવાના કારખાનામાં જ ઝેરી દવા ગટગટાવી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પણ તેમણે દમ તોડી દીધો હતો. પોલિસને આ મામલે મૃતકે લખેલી સુસાઈડ નોટ મળી આવી છે.

તેમણે આ નોટમાં સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ માનસિક ત્રાસને કારણે આ પગલું ભરવાનું સુસાઇડ નોટમાં જણાવ્યુ છે. સુસાઇડ નોટમાં મૃતકે લખ્યુ છે કે, મારી સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખે લોકોની હાજરીમાં જાહેરમાં મેઈન ગેટથી અંદર પાણી મારા ઘર સુધી ન આવે તેવી ખુલ્લી ધમકી આપી અને મને જબરજસ્તીથી મકાન ખાલી કરવા પણ દબાણ કર્યુ. મારે પાણી વેચાતું લેવું પડે છે, અને આ બાબતે મેં પહેલા પણ પોલીસમાં અરજી આપી હતી.

તેમણે લખ્યુ કે, તેઓ એટલા કંટાળી ગયા છે કે ફરિયાદ કરવા છતા આ લોકો છટકી જાય છે અને મને પાણી વિના મારવા માંગે છે. તેમણે આગળ લખ્યુ- હું ઝેર પીને આત્મહત્યા કરુ છું. આ પગલું ભરવા માટે મને મજબૂર કરનારને સરકાર કડકમાં કડક સજા આપે, જેથી મારા પરિવારને ન્યાય મળે. મારા મોત માટે કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિંગના લોકો જવાબદાર છે. ત્યારે હાલ આ સુસાઇડ નોટના આધારે પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઇએ કે, મૃતક જીતેન્‍દ્રભાઇને સંતાનમાં એક દીકરો છે.

Shah Jina