ખબર

રાજકોટની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, છેલ્લા શબ્દો આંખો ભીની કરી દેશે, કોવીડ હૉસ્પિટલમાં બજાવતી હતી ફરજ

આજકાલ ઘણા યુવાનો માનસિક તણાવમાં આવીને જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલ તાજો જ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક નર્સિંગ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લગાવી ને જીવન ટૂંકાવી લીધું છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જોડિયાના લખતરની સુજાતા ચૌહાણ કોરોના ના કારણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. આ સાથે તે ઓનલાઇન અભ્યાસ પણ કરી રહી હતી.

પોતાની માતાને છેલ્લીવાર કોલ કરીને જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસ અને કોવિડ હોસ્પિટલમાં સતત કામ કરવાના કારણે તેની તબિયત પણ ખરાબ રહેતી હતી અને જેના કારણે તે એક મહિનાની રજા મૂકીને ઘરે આવવા માંગતી હતી. ઘરે રાહ જોઈ રહેલી માતાને ક્યાં ખબર હતી કે બીજા દિવસે દીકરી હંમેશ માટે નહિ આવે.છેલ્લે થયેલી વાતચીત માં કહ્યું હતું કે ‘હું એક મહિનાની રજા રાખી ઘરે જ આવું છું’

સુજાતા પોતાની બહેનપણી સાથે મેડિકલ કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી.સુજાતાને નાઈટ ડ્યુટી હોવાના કારણે મંગળવારના રોજ તે રૂમ ઉપર જ હતી. જયારે તેની બહેનપણી રૂમ ઉપર આવી અને દરવાજો ખખડાવવા છતાં સુજાતાએ દરવાજો ના ખોલ્યો, ત્યારબાદ ફોન કરતા પણ ના ઉઠાવતા તેની બહેનપણીએ બીજી બહેનપણીઓને જાણ કરી અને બધાએ ભેગા મળી દરવાજો ખોલતા સુજાતા ગળે ફાંસો લગાવેલી હાલતમાં જોવા મળી હતી.ઓનલાઇન ભણતર અને કોવિડની નોકરી તેમજ નાદુરસ્ત તબિયતથી થાકી જઇ સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું કે અન્ય કારણ છે એ અંગે તપાસ થઇ રહી છે.