રાજકોટમાં પરિવાર સાથે ફોન પર વાત કર્યા પછી નર્સિંગની વિદ્યાર્થિનીએ ખાઈ લીધો ફાંસો, ક્લાસ મેટે રૂમનો દરવાજો ખોલતા જ ધ્રુજી ઉઠી

રાજકોટમાં ફક્ત 20 વર્ષની યુવતીએ કરી લીધી આત્મહત્યા, કોલેજની હોસ્ટેલના રુમમાં જ પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો….

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ઘણા લોકો માનસિક ત્રાસને કારણ તો ઘણા લોકો પ્રેમ સંબંધમાં તો ઘણી મહિલાઓ સાસરિયાઓના દહેજના ત્રાસ કે પ્રતાડનાને કારણે આપઘાત કરી લેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પણ આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં નાપાસા થવાનો ડર, પરિક્ષા સારી ન જવી અને કોઇ અન્ય કારણ હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શાપર પાસે આવેલ ઢોલરાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મેંદરડાના અણીયારા ગામની યુવતિએ હોસ્પિટલમાં જ આપઘાત કરી લીધો છે.

મૃતક યુવતીનું નામ સ્વાતી પાઘડાર છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, મેંદરડાના અણીયારા ગામની રહેવાસી સ્વાતિ 20 વર્ષની છે અને તે શાપર નજીક આવેલ ઢોલરાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં નર્સીંગનો અભ્યાસ કરતી હતી.

Image source

તેને કોલેજના નિયમ અનુસાર સપ્તાહના દર રવિવારે 4 વાગ્યે પરિવાર સાથે અડધો કલાક વાત કરવામાં આપવામાં આવતી. ત્યારે ગત રવિવારના રોજ સ્વાતિએ તેના માતા-પિતા, કાકા-કાકી સહિત પરિવારજનો સાથે વાત કરી હતી અને પછી 4:30 વાગ્યા આસપાસ કોલેજની હોસ્ટેલમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સ્વાતીને લટકેલી હાલતમાં તેની સાથે રહેતી ક્લાસમેટે જોઇ હતી. જે બાદ તેણે કોલેજનાં સ્ટાફને જાણ કરી કોલેજના સ્ટાફ દ્વારા આ અંગેની જાણ શાપર પોલીસને કરવામાં આવી હતી.

જે બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકનો મોબાઈલ જપ્ત કરી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો.હાલ તો પોલિસ તેના આપઘાતનું કારણ જાણવા તપાસ કરી રહી છે. મૃતકના પિતાએ જણાવ્યું કે, સ્વાતીએ રવિવારે ફોન કરી પરિવારના તમામ સભ્યો સાથે વાત પણ કરી હતી અને તેની વાત પરથી કંઇ અજુગતું લાગતું પણ ન હતું. તેના આપઘાતથી પરિવાર પણ અજાણ છે. મૃતક બે બહેન અને એક ભાઈમાં વચે છે.

Shah Jina