ખબર

રાજકોટમાં પ્રેમી યુગલ પહોંચ્યું હોટલમાં, પ્રેમીએ પ્રેમિકાની કરી નાખી હત્યા, અને પોતે પણ ગટગટાવી લીધું, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી  હત્યા અને આત્મહત્યાના ઘણા બનાવો સામે આવતા રહ્યા છે, જેમાં ઘણા યુવાન લોકો પણ કોઈ વાતને લઈને આપઘાત કરી લેતા હોય છે, ઘણીવાર તો પ્રેમી પંખીડાઓ પણ એક ના થઇ શકવાના કારણે મોતને વહાલું કરી લેતા હોવાની ખબર પણ સામે આવે છે, ત્યારે હાલ આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલી નોવા હોટલમાં એક યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે પણ એસિડ પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી છે. આ ઘટનામાં યુવક કચ્છનો અને યુવતી જામનગરની હોવાનું સામે આવ્યું છે.

આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવક અને યુવતી નોવા હોટલના રૂમ નંબર 301માં રોકાયા હતા. યુવકે યુવતીની હત્યા કર્યા બાદ એસિડ ગટગટાવી લીધું હતું, જેના બાદ યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે હવે એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે મોલની અંદર બેગ માટે જે લોકસ્ટ્રીપ બાંધવામાં આવે છે તે લોકસ્ટ્રીપ યુવતીના ગળામાં બાંધેલું હતું, જયારે યુવકે એસિડ પીધું હતું, અને એસિડ પીધા બાદ તેનાથી સહન ના થઇ શકવાના કારણે તેને પોતાના ભાઈને ફોન કરીને જાણ કરી હતી, તેનો ભાઈ હોટલમાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

રાજકોટની હોટલમાં રોકાયેલ મૃતક યુવતી જામનગરના કાલાવડની ધ્રુવા જોશીઅને યુવક ભુજનો જેમીસ દેવાયતકા હોવાનું ઓળખ પત્ર પરથી જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં યુવકે યુવતીની હત્યા કરીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસો થઇ શકે છે.