રાજકોટમાં હોળીના દિવસે જ ઉડી લોહીની પિચકારીઓ, સગા બાપે પોતાના ફૂલ જેવા માસુમ બાળકોને રહેંસી નાખ્યા…જાણો સમગ્ર મામલો

રંગીલા રાજકોટમાં હોળીના દિવસે જ ખેલાયો ખૂની ખેલ, પતિએ છરી લઈને પત્ની સાથે બે માસુમ બાળકો પર કર્યો હુમલો, બંને માસૂમના મોત, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

બે દિવસ પહેલા જ દેશભરમાં હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર દરમિયાન આખો દેશ ખુશીના જશ્નમાં ડૂબેલો હતો અને રંગોમાં તરબોળ હતો. ત્યારે આ સમયે રાજકોટમાં એક પિતાએ જે કર્યું તે જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. સગા બાપે જ પોતાના બે માસુમ સંતાનોનો હત્યા કરી નાખી.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના બની છે યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે જલારામ ચીકી પાછળ આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચોકીદારી કરતા નેપાળના વ્યક્તિ પ્રેમ બહાદુરે ધુળેટીના દિવસે જ તેની ફૂલ જેવી 3 મહિનાની દીકરી લક્ષ્મી, 4 વર્ષના દીકરા નિયત અને પત્ની બસંતી પર છરીના ઘા ઝીંક્યા હતા.

જેમાં ત્રણેય ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ માસુમ લક્ષ્મીને મૃત જાહેર કરી હતી. સારવાર દરમિયાન દીકરા નિયતનું પણ મોત નીપજ્યું હતું. જયારે પત્ની બસંતીને ગંભીર ઈજાઓ પહોંચ હતી. આરોપી પતિ માનસિક રીતે અસ્થિર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાબડતોડ હોસ્પિટલ પહોંચી હતી અને પત્ની બસંતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાગી જાય એ પહેલા જ તેની ધરપકડ પણ કરી લીધી હતી. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યા અને હત્યાની પ્રયાસનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં બસંતીએ જણાવ્યું કે પ્રેમ બહાદુરે તેની મૃત માતા તેના શરીરમાં આવતા હોવાનું કહીને છરીથી તેની પત્ની, દીકરી અને દીકરાને મારવા માટે હુમલો કર્યો હતો. પત્નીએ ઝપાઝપી કરીને દીકરા અને દીકરીને બહાર લઈને આવતા તે બચી ગઈ હતી, દીકરીના ગળા પર છરીનો ઘા વાગી ગયો હતો ઉપરાંત દીકરાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે દીકરીનું પહેલા મોત નીપજ્યું અને દીકરાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પત્નીએ તેનો પતિ દારૂ પીને અવાર નવાર માથાકૂટ કરતો હોવાની પણ વાત જણાવી.

Niraj Patel