રાજકોટમાં એક મિત્ર બીજા મિત્રની પત્ની સાથે માણી રહ્યો હતો કામલીલા ત્યારે જ પતિ જોઈ જતા છરીના ઘા ઝીંકીને….

રાજકોટના નાણાવટી ચોકમાં મિત્રએ મિત્રની હત્યા કરી, પતિ પોતાના જ મિત્ર સાથે કઢંગી હાલતમાં પત્નીને….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા બધા બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે એમ પણ સુરત અને રાજકોટ ગુનાહિત પ્રવૃત્તિઓમાં મોખરે આવી ગયું છે. હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રએ જ મિત્રની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે.

(મૃતક: અખ્તર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નાણાવટી ચોક પાસે ગત મંગળવારના રોજ આ હચમચાવી દેનારી ઘટના બની છે. જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર હુસૈન નામના વ્યક્તિની પત્ની નેન્સીના હુસૈનના મિત્ર અખ્તર સાથે જ અનૈતિક સંબંધો હતા, જ્યારે અખ્તર અને નેન્સી એકાંત માણી રહ્યા હતા ત્યારે જ હુસૈન પણ ઘરે આવી ગયો.

(આરોપી: હુસૈન)

નેન્સી અને અખ્તરને એકાંત માણતા જોઈને રોષે ભરાયેલા હુસૈને તીક્ષ્ણ હથિયારથી અખ્તર ઉપર હુમલો કરી દીધો. જેમાં અખ્તર ગંભીર રીતે ઘવાયો હતો. જેના બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હત્યા કરીને ભાગી ચૂકેલા હુસૈનની શોધખોળ હાથ ધરી છે અને અખ્તરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુસૈને પત્ની સાથેના સંબંધોને લઈને અખ્તરની હત્યા કરી છે કે પછી આ હત્યા પાછળ બીજું જ કોઈ કારણ જવાબદાર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે હુસૈન અને નેન્સીના પ્રેમ લગ્ન થયા હતા. અખ્તર તેમની પાડોશમાં જ રહેતો હતો. નેન્સી અને હુસૈનના લગ્ન બાદ બે બાળકો પણ હતા. જયારે અખ્તરે હજુ સુધી લગ્ન કર્યા નહોતા. પરંતુ પ્રેમ લગ્ન થયા હોવા છતાં પણ પોતાના જ મિત્ર અખ્તરના નેન્સી સાથે છેલ્લા ત્રણ વર્ષથી આડા સંબંધોને લઈને તેની હત્યા કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પોલીસ હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Niraj Patel