હે ભગવાન: રાજકોટમાં લાશની લાઈનો લાગી, ગેમઝોનમાં 22 લોકો જીવતા ભડથું, કોમેન્ટ બોક્સમાં જુઓ તસવીરો

રાજકોટમાં આજે ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. અચાનક આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 22 લોકોના મોત થયા છે.

TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે, હાલમાં રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ અપાયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંદાજે 22થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. ગેમઝોનનો સામાન પણ બળીને ખાખ થયો હતો. આ ભયાનક આગને લીધે ત્યાંના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 22 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃત્યુઆંક હજી વધી શકે છે. આ દુર્ઘટનાને લીધે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા છે. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું છે.

શહેરના નાના મોવા રોડ પર આવેલા ગેમઝોનમાં વિકરાળ આગ લાગી હતી. આ આગ દરમિયાન 30થી વધુ લોકો હાજર હોવાની વાત સામે આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 20થી વધું લોકોના મોત નીપજ્યા છે. હાલ આ આગ પર કાબુ મેળવવા અને અંદર ફસાયેલા વધું લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

YC