10 વર્ષની સગીરાને મોબાઈલ લેવાની ના પડતા ઘરેથી ભાગી ગઈ, ગૌતમ ચુડાસમા બીજી હોટેલમાં લઇ ગયો, દુષ્કર્મ આચર્યું, સવારે માસીને ખબર પડતા જ…..
ગુજરાતમાંથી અવાર નવાર સગીરાઓ, યુવતિઓ કે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો રાજકોટમાંથી, જ્યાં પાંચમાં ધોરણમાં ભણતી એક માસુમ બાળકી પર હોટલનાં કર્મચારીએ દુષ્કર્મ આચર્યુ હતુ. હોટલના કર્મચારીએ છોકરીની મજબૂરીનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. જો કે, પોલિસે નરાધમ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.
રાજકોટના નિર્મલા રોડ પર રાત્રે ભેદી રીતે ગુમ થયેલી ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સવારે મળી આવી ત્યારે તેની પૂછપરછમાં દુષ્કર્મનો શિકાર બની હોવાનું સામે આવતા જ પરિવારના તો હોંશ ઉડી ગયા હતા અને જાણે કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોઇ તેમ લાગતુ હતુ.આ બાળકીએ મોબાઇલની જીદ કરી હતી પણ જીદ પૂરી ના થતા અને વાદવિવાદ થતાં તે ઘરેથી પિતાનો મોબાઈલ અને એક્ટિવા લઇ નીકળી ગઈ હતી. જો કે, તે હોટલમાં રૂમ રાખવા ગઇ ત્યારે કર્મચારી તેને બીજી હોટલમાં લઈ ગયો અને તેનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું.
ત્યારે બાળકી સવારે ઘરે આવતા તેની પૂછપરછ કરવામાં આવી અને ત્યારે તે દુષ્કર્મનો શિકાર બની હોવાનું સામે આવ્યુ. બાળકીએ તેના પિતા પાસે મોબાઇલ અને ડોગીની જીદ કરી પણ તે ના લાવી આપતા ચારેક દિવસ પહેલાં તે રાતના 11 વાગ્યાના અરસામાં પિતાનો મોબાઇલ અને એક્ટિવા લઇને ઘરેથી નીકળી ગઇ અને તે શોધખોળ કરવા છતાં ન મળતાં તેના વેપારી પિતાએ મોડી રાતે ગાંધીગ્રામ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી.
જો કે, સવારે તે તેના ઘર નજીક જ રહેતાં માસીના ઘરેથી મળી આવી હતી. ત્યારે પરિવારે તે આખી રાત ક્યાં હતી તેની પૂછપરછ કરતા હકિકત બહાર આવી. તેણે જણાવ્યુ કે, તે રાતે ઘરેથી નીકળ્યા બાદ કોટેચા ચોક પાસે આવેલી કે.કે.હોટલ પહોંચી. તે પહેલા પરિવાર સાથે ત્યાં જમવા ગઈ હતી અને ત્યાંના રિસેપ્શનિસ્ટ યુવક સાથે તેનો પરિચય થયો હોવાથી તેણે પિતાના મોબાઇલથી રિસેપ્શનિસ્ટ યુવક ગૌતમ ચૂડાસમાનો સંપર્ક કર્યો અને રાતે રોકાવાની વ્યવસ્થા કરી આપવા કહ્યું. જો કે, ગૌતમે ફાયદો ઉઠાવ્યો અને તે બાળકીને તિલક હોટલમાં લઈ ગયો.
જ્યાે તે તેની સાથે રૂમમાં રોકાયો અને આ સમયે તેણે સગીરાના બદલે અન્ય કોઈ બીજી યુવતીનું આઈડી પ્રૂફ આપ્યું હતું. આ ઉપરાંત તેણે રાત્રિ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હતુ.ત્યારે પોલીસે આ મામલે અપહરણ સાથે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને મેડિકલ ચેકઅપ કરાવી આરોપીને જેલ હવાલે કર્યો છે. જણાવી દઇએ કે, એવું પણ સામે આવ્યુ છે કે આરોપીએ રૂમ બુક કરાવી હોટલનું ભાડું રૂ.1000નું સગીરાના પિતાના મોબાઇલથી ગૂગલ પે દ્વારા કર્યુ હતુ.
આરોપી સાથે સગીરાનો કેવી રીતે પરિચય થયો તો તે ગત જાન્યુઆરી મહિનામાં પરિવાર સાથે હોટલ કે.કે. જમવા ગઈ હતી, ત્યારે ગૌતમે સગીરાને આંખ મારી છેડતી કરી અને પછી ડિટેઇલમાં કોન્ટેક્ટ અને ઇન્સ્ટાગ્રામ આઈડી મેળવી લીધું. જે બાદ તે તેને ઇન્સ્ટા પર મેસેજ કરતો. જોકે, રોજ તો વાત નહોતી થતી પણ સગીરા ઘરેથી નીકળી જતા તેણે ગૌતમનો સંપર્ક કર્યો અને તેને રૂમ અપાવવાનું કહ્યુ પણ ગૌતમે તે સગીરાનો ફાયદો ઉઠાવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને જેલ હવાલે કર્યો હતો.