રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહેતી હોય છે. આ વખતે હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ અન્ય એક વિદ્યાર્થિનીનો સ્નાન કરતી વખતનો વીડિયો બનાવ્યો હોવાની આશંકાએ મામલો ગરમાયો હતો.
રાજકોટના આ શિક્ષણના કેન્દ્રમાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓના અણઘડ વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. મારવાડી યુનિવર્સિટીમાં વિવિધ સ્થળોએથી યુવક-યુવતીઓ અભ્યાસ માટે આવે છે. યુનિવર્સિટી તેમના રહેવા માટે હોસ્ટેલની સગવડ પૂરી પાડે છે. આ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ અન્ય એક વિદ્યાર્થિનીનો સ્નાન કરતી વખતનો વીડિયો બનાવ્યો હોવાની શંકાએ વિદ્યાર્થિનીઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી. હોસ્ટેલમાં આ પ્રકારનો વીડિયો બનાવવાના કારણે ઝઘડો થયો હતો. મધરાતે અચાનક હોસ્ટેલમાં હંગામો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વિદ્યાર્થિનીઓ સગીર વયની હોવાથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની એક વિદ્યાર્થિનીએ અન્ય એક વિદ્યાર્થિનીનો સ્નાન કરતી વખતનો વીડિયો બનાવીને તેના બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે હોબાળો મચી ગયો હતો. જ્યારે આ બાબત પીડિત વિદ્યાર્થિનીના ધ્યાનમાં આવી, ત્યારે વીડિયો મોકલનાર વિદ્યાર્થિની અને પીડિત વિદ્યાર્થિની વચ્ચે હોસ્ટેલમાં જ મારામારી થઈ હતી.
જે વિદ્યાર્થિનીનો સ્નાન કરતો વીડિયો બનાવવામાં આવ્યો હતો, તેને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે વીડિયો બનાવનાર વિદ્યાર્થિનીને સાવરણીથી માર માર્યો હતો. વળી, આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશથી આવેલી વિદ્યાર્થિનીઓ વચ્ચે થયેલા વિવાદે સમગ્ર કેમ્પસને હચમચાવી નાખ્યું છે. યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીઓ વચ્ચે એક અણબનાવ થયો, જેમાં એક વિદ્યાર્થિનીએ કથિત રીતે અન્ય વિદ્યાર્થિનીનો વીડિયો બનાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની દ્વારા બીજી વિદ્યાર્થિની નહાતી હોય તેવો વિડીયો બનાવ્યો હતો, જોકે, હોબાળો થવાનું કારણ આ જ હતું કે કેમ તે અંગે હજુ સુધી પુષ્ટી થી નથી. કુવાડવા પોલીસ દ્વારા આ મામલે બન્ને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી છે, હવે આ મામલે આગામી સમયમાં પીડિત વિદ્યાર્થિની ફરિયાદ નોંધાવી શકે છે.